Bharuch : દિવાળીનાં તહેવારમાં તસ્કરોનો આતંક! 5 થી વધુ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયાં
- Bharuch ની માંગલ્ય રેસીડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
- 5 થી વધુ તસ્કરોએ ચોરી કર્યાનાં ચોંકાવનારા CCTV સામે આવ્યા
- બંધ મકાનને નિશાન બનાવી 10 લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેરો
- ભરૂચ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
દિવાળી ટાણે (Diwali 2024) તસ્કરો વધુ સક્રિય થયા છે. ભરૂચમાંથી (Bharuch) તસ્કરોનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક, બે નહીં પણ 5 થી વધુ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીનાં દાગીના, રોકડ સહિતની મત્તા ચોરી ફરાર થયા હતા. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં રૂ. 10 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gir Somnath : ઇકો સેન્સિટિવ ઝોન વિવાદ મામલે બેઠક, વનમંત્રી સમક્ષ ગ્રામજનો, ખેડૂતોની રજૂઆત
5 થી વધુ તસ્કરોએ ચોરી કર્યાનાં ચોંકાવનારા CCTV સામે આવ્યા
પ્રાપ્ત માહિતી મુજબ, ભરૂચમાં (Bharuch) આવેલી માંગલ્ય રેસીડેન્સીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 5 થી વધુ તસ્કરોએ મકાનમાં પ્રવેશી ચોરી કરી હોવાનાં ચોકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસ ફરિયાદ અનુસાર, બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીનાં દાગીના, રોકડ સહિત કુલ રૂ. 10 લાખની મત્તા ચોરી ફરાર થયા હતા. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં (Bharuch A Division police station) ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યા તો કડક કાર્યવાહી માટે રહેજો તૈયાર! પો. કમિશનરની ચેતવણી!
સોસાયટીના રહીશો બહાર જાય તો પોલીસને જાણ કરવા અનુરોધ
જણાવી દઈએ કે, બે દિવસ પહેલા પણ ભરૂચનાં સ્ટેશન નજીક દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી હતી. ચોરીની ઘટના સામે આવતા ભરૂચ પોલીસે સોસાયટીનાં રહીશોને અપીલ કરી છે કે દિવાળીનાં તહેવાર નિમિત્તે બહાર ગામ જાય તો પોલીસને જાણ કરે. સાથે જ શંકાસ્પદ લોકો દેખાય તો પણ પોલીસને જાણ કરવા કહેવાયું છે. પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gondal : અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞનો શુભારંભ, 11.60 લાખ આહુતિ અર્પણ કરાઈ