Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: LPG ટેન્કરોમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું, રૂ.3 કરોડનો મુદ્દામાલ જપ્ત

LPG ટેન્કરોમાંથી ગેસ રીફીલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું ગેસ રિફિલિંગના સાધનો મળી 3 કરોડ 33 લાખનો મુદ્દા માલ જપ્ત રીતે ગેસ રિફિલિંગ કૌભાંડમાં હોટલ સંચાલકની પણ ધરપકડ Bharuch:ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ...
bharuch  lpg ટેન્કરોમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું  રૂ 3 કરોડનો મુદ્દામાલ જપ્ત
  • LPG ટેન્કરોમાંથી ગેસ રીફીલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
  • ગેસ રિફિલિંગના સાધનો મળી 3 કરોડ 33 લાખનો મુદ્દા માલ જપ્ત
  • રીતે ગેસ રિફિલિંગ કૌભાંડમાં હોટલ સંચાલકની પણ ધરપકડ

Bharuch:ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે. આવીજ એક ઘટનામાં દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલી હોટલના પાર્કીંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ (Gas refilling scam)ભરવાનું કૌભાંડ ઝડપી લઇને કુલ રૂપિયા ૩.૩૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

Advertisement

પોલીસે બેની કરી ધરપકડ

દહેજ પોલીસ મથકના પીઆઈ એચ.વી.ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલી મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક LPG ગેસના પાંચ ટેન્કરો તેમજ એક પીકઅપ ગાડી પડેલી હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઇને તપાસ કરતા કેટલાક ઇસમો કોઇ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું. પોલીસને જોઇને ત્યાં હાજર ઇસમો નાસ ભાગ મચી જતા પોલીસે પાછળ દોડીને બે ઇસમોને પકડી લીધા હતા. અને અન્ય દશેક જેટલા ઇસમો અંધારામાં નાશી ગયા હતા.ઘટના સ્થળે ગેસના પાંચ ટેન્કરો અને એક પીકઅપ ગાડી પડેલા હોવાનું જણાયું હતું,

Image preview

Advertisement

આ  પણ  વાંચો -Rain in Gujarat : હજુ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા! સપ્ટેમ્બરમાં આ તારીખે ખાબકશે ધોધમાર વરસાદ!

મહાલક્ષ્મી હોટલ લીધી હતી ભાડે

આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના ત્રણ વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાયો હતો.કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રથમ આ વાલ્વ બંધ કરવો જરૂરી હોઇ પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પકડાયેલા ઇસમોના નામ ધનારામ ભીખારામ લુહાર હાલ રહે.મહાલક્ષ્મી હોટલ ગામ પણિયાદરા તા.વાગરા જિ.ભરૂચ અને મુળ રહે.રાજસ્થાન તેમજ બીજા ઇસમનું નામ મુસ્તાકઅલી મહેબુબઅલી રહે.મહારાષ્ટ્રના હોવાનું જણાયું હતું.પોલીસ પુછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવેલુ કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે.અને હોટલમાં ટેન્કર ડ્રાઇવરો ટેન્કરો લઇને જમવા આવતા હોય છે. એક મહિના અગાઉ રાકેશભાઇ નામનો ઇસમ અને એક અજાણ્યો ઇસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના રૂપિયા 50 આપીશું. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી.

Advertisement

Image preview

આ  પણ  વાંચો -Namo Bharat Rapid Rail: કેટલું હશે ભાડું, કેટલી હશે સ્પીડ? જાણો તમામ માહિતી

પોલીસે 3.27 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો

આજરોજ પાંચ ટેન્કરોમાંથી કુલ 36 બોટલો ભર્યા હતા અને 37 મી બોટલ ભરતા હતા ત્યારે પોલીસની રેઇડ પડી હોવાનું જણાવ્યું હતું.પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલા બે ઇસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઇસમ ટેન્કર ડ્રાઇવર હોવાનું બહાર આવ્યું હતું. આ લોકો દરરોજ 30 થી 35 જેટલા બોટલો ભરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જણાયું હતું.ટેન્કરો માંથી વાલ્વમાં લોખંડનો પાઇપ ફીટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોય પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો કુલ કિંમત રૂપિયા 3.27 કરોડ ઉપરાંત ગેસ ભરેલા બોટલો,પીક અપ ગાડી,ગેસના ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 3.33 કરોડનો મુદ્દામાલ કબ્જે લઇને ઘટના સ્થળેથી ઝડપાયેલા ઉપરોક્ત બે ઇસમો તેમજ નાશી ગયેલા અન્ય ટેન્કર ડ્રાઇવરો સહિતના અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ -દિનેશ મકવાણા- ભરૂચ

Tags :
Advertisement

.