Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : ધો. 12 માં અભ્યાસ કરતી સગીરાને સો. મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી પછી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું!

ભરૂચમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ સાબુગઢના યુવક ધો. 12 ની વિદ્યાર્થીનીને સો. મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી પોલીસે નરાધમ આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો પોલીસે બંનેનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી ભરૂચમાં...
bharuch   ધો  12 માં અભ્યાસ કરતી સગીરાને સો  મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી પછી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
  1. ભરૂચમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ
  2. સાબુગઢના યુવક ધો. 12 ની વિદ્યાર્થીનીને સો. મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી
  3. પોલીસે નરાધમ આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
  4. પોલીસે બંનેનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી

ભરૂચમાં (Bharuch) ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભરૂચનાં સાબુગઢ (Sabugadh) વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી, ત્યાર બાદ ઘરેથી ભગાડી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે, ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (A Division Police Station) ફરિયાદ થતાં પોલીસે યુવકની ધરપકડ કરી અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને બંનેનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો -Gondal : પૌરાણિક સુરેશ્વર મંદિરમાં અદ્ભુત આયોજન, 90 કિલો ફૂલોથી દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરાઈ

સોશિયલ મીડિયા પર મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવી

બનાવની વિગત અનુસાર, ભરૂચની (Bharuch) એક શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીર વિદ્યાર્થિની માતરિયા તળાવ પર ફરવા ગઈ હતી. દરમિયાન સાબુગઢનો રહેવાસી આશિષ મહેન્દ્ર વસાવા સાથે તેણીની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ બંને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતા હતા. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. એક દિવસ સગીરા તેના સગાં સાથે સિટી સેન્ટર નજીક પહોંચી હતી. દરમિયાન, આરોપી આશિષ વસાવાએ સગીરાને રસ્તામાંથી જ ભગાડી લઈ જઈ તેણીને અન્ય જગ્યાએ લઈ જઈ સગીરાની ઉંમર નાની હોવાનું જાણવા છતાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

આ પણ વાંચો -Janmashtami 2024 : 'શ્રીકૃષ્ણ જન્મોત્સવ' ની CM એ શુભેચ્છા પાઠવી કહી આ વાત, અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યા મંદિરો

Advertisement

પોલીસે બંનેનું મેડિકલ પરિક્ષણ કરવાની કવાયત હાથ ધરી

આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (A Division Police Station) ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરી ભોગ બનનાર સગીરા અને નરાધમ આશિષ મહેન્દ્ર વસાવાને પકડી પાડ્યા હતા અને ત્યાર બાદ બંનેનાં મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસે ભોગ બનનારની દાદીની ફરિયાદ લઈ આરોપી આશિષ વસાવા (ઉ.વ.20) સામે બળાત્કાર, અપહરણ સહિત પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -Surat : શાકબાજી કાપવાનાં ચપ્પુથી પત્નીનાં પેટમાં ઉપરાછાપરી 7 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી, કારણ ચોંકાવનારું!

Tags :
Advertisement

.