સુધરે એ ચીન કહેવાય? દક્ષિણી ચીન સાગરમાં ગલવાન જેવી ઘટનાનું કર્યું પુનરાવર્તન, Video
એક એવો દેશ કે જે હંમેશા બીજાની ધરતી પર કબ્ઝો કરવાનું જ વિચારતો હોય છે તે ચીને દક્ષિણી ચીન સાગરમાં ગલવાન જેવી ઘટનાનું પુનરાવર્તન કર્યું છે. ચીનના સૈનિકો પર તેમના પડોશી રાષ્ટ્ર ફિલિપાઈન્સની નૌકાદળ પર છરી અને કુહાડીઓથી હુમલો કરવાનો અને ભારે લૂંટ કરવાનો આરોપ છે. ફિલિપાઈન્સ સેનાએ ચીની સૈનિકોના આ કૃત્યનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. ફિલિપાઈન્સના અધિકારીઓએ ચીનની ટીકા કરી. વીડિયોમાં ચીની સૈનિકોની લૂંટ જોઈ શકાય છે. તેઓ ફિલિપાઈન્સના સૈનિકો પર ચાકુ અને કુહાડીથી હુમલો કરી રહ્યા છે.
ફિલિપાઈન્સના સૈન્ય વડાએ બુધવારે માંગ કરી હતી કે, ચીન વિવાદિત તટીય વિસ્તારમાં ચીની કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલા શસ્ત્રો અને સાધનો પરત કરે અને હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ કરે. તેમણે હુમલાની તુલના દક્ષિણ ચીન સાગરમાં ચાંચિયાગીરીની ઘટનાઓ સાથે કરી હતી. ફિલિપાઈન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે 8થી વધુ મોટરબોટ પર સવાર ચાઈનીઝ કોસ્ટ ગાર્ડના જવાનો વારંવાર ઘૂસીને 2 ફિલિપાઈન નૌકાદળની બોટ પર ચઢી ગયા હતા. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચીની કોસ્ટ ગાર્ડે હિંસક અથડામણમાં ફિલિપિનો નૌકાદળની નૌકાઓ પર ઘૂસણખોરી કરી હતી અને તેમાં સવાર થઇ ગયા હતા, જેમાં એક ફિલિપિન નાવિકનો અંગૂઠો કપાઈ ગયો હતો. ફિલિપિનો અધિકારીઓએ જણાવ્યું હતું કે, "ઓછામાં ઓછા 7 અન્ય ફિલિપિનો ખલાસીઓ પણ ઘાયલ થયા હતા. ચાઇનીઝ જહાજોએ બાદમાં બે ફિલિપિનો રબર ડીન્ગીઓને બહાર કાઢ્યા બાદ ખેંચી લીધા હતા."
The CCG launched a brutal assault on the AFP personnel aboard an AFP Rigid Hull Inflatable Boat (RHIB), aggressively ramming it and brandishing bladed and pointed weapons, explicitly threatening to harm AFP troops. pic.twitter.com/LuFgLE3WJj
— Armed Forces of the Philippines (@TeamAFP) June 19, 2024
અધિકારીએ કહ્યું કે, તેની પાસે ચીની સૈનિકો ફિલિપિનો કર્મચારીઓને છરીઓથી ધમકાવતો વીડિયો છે. ફિલિપાઈન આર્મ્ડ ફોર્સના ચીફ જનરલ રોમિયો બ્રોનર જુનિયરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં પાછળથી જણાવ્યું હતું કે, "ચીની સૈન્યએ જે કર્યું તે ભૂલી શકાય નહીં. દક્ષિણ ચીન સાગરમાં આ એક પ્રકારની લૂંટ હતી. આ પ્રકારની ઘટના ન થવી જોઈતી હતી. અમે ચીનને તેના શસ્ત્રો પરત કરવાની માંગણી કરીએ છીએ.'' તેમણે વધુમાં કહ્યું કે તેઓએ અમારા જહાજો પર છરી વડે હુમલો કર્યો. હથોડાથી વહાણોને નુકસાન થયું હતું. આ હુમલામાં ફિલિપિનો નેવીના કેટલાય જવાનો ઘાયલ થયા હતા. લડાઈમાં એકનો જમણો અંગૂઠો કપાઈ ગયો હતો.
આ પણ વાંચો - Las Vegas : 4 વર્ષ પછી ફરી જોવા મળ્યો રહસ્યમયી થાંભલો..
આ પણ વાંચો - Russian Viral Video: દરિયા કાંઠે દંપતીને પ્રેમ કરવો પડ્યો ભારે, મહિલા લહેર વચ્ચે…. જુઓ વીડિયો