Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને ISO દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું

ગુજરાતના બોટાદ (Botad) જિલ્લામાં આવેલા સારંગપુર ગામ (Sarangpur Village) માં છેલ્લા 2013થી BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય (BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya) કાર્યરત છે. આ મહાવિદ્યાલયને IS0 સંસ્થાન (IS0 Institute) દ્વારા ISO 9001:2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya...
baps  સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને iso દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું

ગુજરાતના બોટાદ (Botad) જિલ્લામાં આવેલા સારંગપુર ગામ (Sarangpur Village) માં છેલ્લા 2013થી BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય (BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya) કાર્યરત છે. આ મહાવિદ્યાલયને IS0 સંસ્થાન (IS0 Institute) દ્વારા ISO 9001:2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.

Advertisement

BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya

BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya

આ IS0 સંસ્થા 70 વર્ષથી કાર્યરત અને વૈશ્વિક સ્તરે પ્રમાણભૂત સંસ્થા છે, જે અન્ય સંસ્થાના હેતુ તથા તેને સફળતા સુધી લઈ જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા (Infrastructure Facilities) , સંસ્થાનું વ્યવસ્થાપન, તેમજ કાર્યરત કર્મચારીની ગુણવત્તા તથા કાર્યપદ્ધતિ જેવા વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરી જે તે સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણભૂત કરે છે.

Advertisement

BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya

BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya

જેનું પ્રમાણપત્ર સંસ્થાની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. અને સંસ્થાના કાર્યની અસરકારકતા તથા કાર્યદક્ષતાને ઉચ્ચ ગુણવત્તા આપવામાં ઉપયોગી બને છે. તથા ભવિષ્યમાં સંસ્થાની વૃદ્ધિને સમર્થન આપે છે. નિયમાનુસાર વિવિધ મૂલ્યોને ધ્યાનમાં રાખીને BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું.

Advertisement

BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya

BAPS Swaminarayan Sanskrit Mahavidyalaya

જેના આધારે આ મહાવિદ્યાલયને પણ ISO સંસ્થા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું છે. તારીખ 4 જૂન, 2024ના રોજ BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આ IS0 સંસ્થાના કાર્યકર્તા શ્રી ઘનશ્યામભાઈ પટેલ, ડો. મેહુલભાઈ પટેલ અને શ્રી અજયભાઈ ભટ્ટ દ્વારા આ પ્રમાણપત્ર BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને અર્પણ કરવામાં આવ્યું હતું, જે મહાવિદ્યાલયને આંતરરાષ્ટ્રીય સ્તરના વિકાસ માટે અતિ ઉપયોગી બની રહેશે.

આ પણ વાંચો - BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ

આ પણ વાંચો - Gondal BAPS Swaminarayan Temple: ગોંડલ BAPS મંદિર ખાતે પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર યોજાયો

Tags :
Advertisement

.