ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : વાવમાં 'વટની લડાઈ' ને લઈ BJP-કોંગ્રેસ એક્શન મોડમાં, ઉમેદવારોની રેસમાં આ નામ આગળ!

વાવમાં 'વટની લડાઈ' ને લઈ ભાજપ-કોંગ્રેસ એક્શન મોડમાં ઉમેદવાર પસંદગી માટે કાલે ભાજપની સેન્સ પ્રક્રિયા પેટાચૂંટણીમાં કોંગ્રેસમાં ગઢ જાળવી રાખવાની મથામણ વાવમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈ ચર્ચા તેજ બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Vav Assembly Seat By-Election)...
09:13 PM Oct 16, 2024 IST | Vipul Sen
  1. વાવમાં 'વટની લડાઈ' ને લઈ ભાજપ-કોંગ્રેસ એક્શન મોડમાં
  2. ઉમેદવાર પસંદગી માટે કાલે ભાજપની સેન્સ પ્રક્રિયા
  3. પેટાચૂંટણીમાં કોંગ્રેસમાં ગઢ જાળવી રાખવાની મથામણ
  4. વાવમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈ ચર્ચા તેજ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Vav Assembly Seat By-Election) જાહેર થઈ ગઈ છે. આ બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે. 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. 'વાવમાં વટની લડાઈ' ને લઈ ભાજપ અને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયા છે.

આ પણ વાંચો - Vav Assembly By-Election માં જામશે ત્રિપાંખિયો જંગ

આવતીકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ ઉમેદવારની પસંદગી માટે આવતીકાલે ભાજપની (BJP) સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપમાંથી સંભવિત 3 ઉમેદવારના નામની ચર્ચા હાલ થઈ રહી છે, જેમાં સ્વરૂપજી ઠાકોર, શૈલેષ ચૌધરી અને મુકેશ ઠાકોરનું નામ ચર્ચામાં છે. જણાવી દઈએ કે, ભાજપે વાવ માટે પ્રભારી અને નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે. અર્જૂનસિંહ ચૌહાણને વાવ બેઠકનાં પ્રભારી બનાવ્યા છે, જ્યારે નિરીક્ષક તરીકે જનક પટેલ, દર્શના વાઘેલાને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસને પણ નિરીક્ષક બનાવાયા છે.

આ પણ વાંચો - Vav Assembly Seatમાં નિર્ણાયક બનશે આટલા મતદારો...

વાવ બેઠક પર કોંગ્રેસ માટે આરપારનો જંગ

બીજી તરફ બનાસકાંઠાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસમાં (Congress) ગઢ જાળવી રાખવાની મથામણ થઈ રહી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈ ચર્ચા તેજ થઈ છે. ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારીનું નામ ઉમેદવારોની રેસમાં સૌથી આગળ છે. સાથે જે કેશરદાન ગઢવી પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા દાવેદારી કરી શકે છે. ગેનીબેન સાંસદ બન્યા બાદ વાવ બેઠક પર કોંગ્રેસ માટે આરપારનો જંગ છે. સાથે જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે પણ રસાકસીનો જંગ જોવા મળશે. આથી, બંને પક્ષ એક્શન મોડમાં આવી ગયા છે.

આ પણ વાંચો - સરકારી કર્મચારીઓમાં આનંદો! Diwali ના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે લીધો આ મોટો નિર્ણય...

Tags :
BanaskanthaBJPBreaking News In GujaratiCongressDarshana VaghelaGeniben ThakorGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsGulab Singh RajputJanak PatelKeshardan GadviLatest News In GujaratiMukesh ThakorNews In GujaratiShailesh ChaudharySwaroopji ThakorThakarshi RabariVav assembly seat by-electionYamal Vyas
Next Article