Banaskantha : ખરેખર..! વાકયુદ્ધ કરતાં ભાજપ-કોંગ્રેસનાં નેતા એકબીજાને ભેટી પડ્યા! દ્રશ્યોએ ચર્ચા જગાવી!
- VAV પેટાચૂંટણીમાં પ્રચાર માટે આંજે અંતિમ દિવસ (Banaskantha)
- BJP અને કોંગ્રેસનાં ઉમેદવારો આજે 'ડોર ટુ ડોર' પ્રચાર કરશે
- ગુલાબસિંહ રાજપુત, ગેનીબેને પ્રચાર દરમિયાન લોકોને આપ્યા ગુલાબ ચર્ચામાં
- BJP કાર્યાલયમાં BJP નાં નેતાઓને પણ ગુલાબ આપી ભેટી પડ્યા
બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યા બાદ પ્રચારનો પડઘમ શાંત થશે અને આચારસંહિતા લાગૂ થઈ જશે. આચારસંહિતા (Code of Conduct) લાગૂ થતાં હવે ઉમેદવારો 'ડોર ટૂ ડોર' પ્રચાર કરશે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસ ઉમેદવારો મતદારોને રીઝવવાનાં પ્રયાસ કરશે, તો સાથે જ વાવમાં સ્વરૂપજી અને ભાભરમાં (Bhabhar) ગુલાબસિંહ પ્રચાર કરશે. દરમિયાન, ભાજપનાં કાર્યાલયમાં ગુલાબસિંહ અને ગેનીબેન પહોંચ્યા હતા અને BJP નેતાઓને ગુલાબનું ફૂલ આપીને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યોએ ચર્ચા જગાવી છે.
Banaskantha Vav By Election: આજે Vav માં પ્રચારનો ધમધમાટ થશે શાંત | GujaratFirst
#Vav #Election #Bjp #SwarupjiThakor #Gulabsinh #Congres #Mavjipatel #Suspend #GujaratFirst@GenibenThakor @GulabsinhRajput pic.twitter.com/bny33oRGNa
— Gujarat First (@GujaratFirst) November 11, 2024
આજે પ્રચારનો અંતિમ દિવસ, કોંગ્રેસ નેતાએ ગુલાબ આપીને પ્રચાર કર્યો
બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav assembly by-election) માટે આજથી પ્રચારનો પડઘમ શાંત થઈ જશે. આચારસંહિતા લાગૂ થયા બાદ ઉમેદવારો 'ડોર ટૂ ડોર' પ્રચાર કરશે. જો કે, આ પહેલા આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર કર્યો છે. ભાજપનાં (BJP) ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે (Swaroopji Thakor) વાવમાં તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે ભાભરમાં પ્રચાર કર્યો. દરમિયાન, ગુલાબસિંહ રાજપુત લોકોને ગુલાબ આપીને પ્રચાર કર્યો હતો. જો કે, ગુલાબસિંહનાં હાથમાં ગુલાબ જોઈ અનેક ચર્ચાઓ થઈ હતી.
આ પણ વાંચો - IPS Hasmukh Patel એ GPSC નાં ચેરમેન તરીકે શપથ લઈ ચાર્જ સંભાળ્યો, કહી આ વાત!
સ્વરૂપજી ઠાકોરનાં સમર્થનમાં વાવ, ભાભર, સુઇગામનો બ્રહ્મ વંદના સમારોહ
બીજી તરફ વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ઉમેદવારોનાં સમર્થનમાં સામાજિક સંમેલનો પણ મળી રહ્યા છે. સુઇગામનાં એટા ગામે ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનાં સમર્થનમાં વાવ, ભાભર અને સુઇગામ તાલુકાનો બ્રહ્મ વંદના સમારોહ યોજાયો હતો. જ્યાં વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary), મંત્રી પ્રફુલ પાનસેરિયા, અલ્પેશ ઠાકોર (Alpesh Thakor), પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ સહિત અનેક બ્રહ્મ સમાજનાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભાજપનાં ઉમેદવારને જીતાડવા અપીલ કરાઈ હતી.
આ પણ વાંચો - Junagadh : 'જય ગિરનારી' ના નાદ સાથે લીલી પરિક્રમા બે દિવસ પહેલા જ શરૂ, જાણો શું છે કારણ ?
'કમળ'ના કાર્યાલયમાં 'ગુલાબ', Congress-BJPના નેતા ભેટી પડ્યા | Gujarat First#vav #banaskantha #bhabhar #bjp #congress #genibenthakor #cjchavda #gujaratfirst @GenibenThakor @GulabsinhRajput pic.twitter.com/6nUBShE8OL
— Gujarat First (@GujaratFirst) November 11, 2024
કોંગ્રેસ ઉમેદવારનો ભાજપ કાર્યાલય ખાતે પ્રચાર!
ઉપરાંત, 'વાવમાં વટની લડાઈ' માં આજે અનોખા રાજકીય રંગ જોવા મળ્યો હતો. ચૂંટણી માહોલ દરમિયાન વાકયુદ્ધ કરતાં ભાજપ-કોંગ્રેસનાં (Congress) નેતાઓ પ્રચારનાં અંતિમ દિવસે એકબીજાને ભેટી પડ્યા હતા. જણાવી દઈએ કે, ભાભરમાં ભાજપનાં કાર્યાલયે જઈ કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) સહિત અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ પ્રચાર કર્યો હતો અને તે દરમિયાન ભાજપનાં નેતાઓને ગુલાબનું ફૂલ આપીને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યોએ પણ ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો - Kheda : વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ, આજે PM મોદી જોડાશે, રૂ.200 ના ચાંદીનાં સિક્કાનું કરશે અનાવરણ