Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં BJP નાં બળવાખોર નેતાને મળ્યું ચૂંટણી ચિન્હ, કર્યો મોટો દાવો!

'વાવમાં વટની લડાઈ' માં BJP નાં બળવાખોરની બેટિંગ! (Banaskantha) અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી ચૂંટણી ચિન્હ સાથે મેદાને ચૂંટણી પંચે માવજી પટેલને બેટનું ચૂંટણી ચિન્હ ફાળવ્યું વાઈડ, નોબોલમાં પણ સિક્સ મારીશઃ માવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર...
banaskantha    વાવમાં વટની લડાઈ  માં bjp નાં બળવાખોર નેતાને મળ્યું ચૂંટણી ચિન્હ  કર્યો મોટો દાવો
  1. 'વાવમાં વટની લડાઈ' માં BJP નાં બળવાખોરની બેટિંગ! (Banaskantha)
  2. અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી ચૂંટણી ચિન્હ સાથે મેદાને
  3. ચૂંટણી પંચે માવજી પટેલને બેટનું ચૂંટણી ચિન્હ ફાળવ્યું
  4. વાઈડ, નોબોલમાં પણ સિક્સ મારીશઃ માવજી પટેલ

બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપનાં (BJP) બળવાખોર વરિષ્ઠ નેતા માવજી ચૌધરીએ (Mavjibhai Chaudhary) અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપનાં નેતાઓ દ્વારા અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યા પછી પણ માવજી ચૌધરી માન્યા નહોતા અને પોતાનાં નિર્ણય પર અડગ રહ્યા હતા. હવે, માવજી ચૌધરીને ચૂંટણી ચૂંટણી ચિન્હ તરીકે ક્રિકેટ 'બેટ'નું નિશાન મળ્યું છે. માવજી ચૌધરીએ કહ્યું કે, વાઈડ-બોલ અને નો-બોલમાં પણ સિક્સ મારીશ...

Advertisement

આ પણ વાંચો -Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું, હવે કુલ 10 ચૂંટણી મેદાને

Advertisement

ચૂંટણી પંચે માવજીને ક્રિકેટ બેટનું ચૂંટણી ચિન્હ ફાળવ્યું

બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) 'વાવમાં વટની લડાઈ' માં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપમાંથી ટિકિટ ના મળતા નારાજ વરિષ્ઠ નેતા માવજી ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે હવે ચૂંટણી પંચે (Election Commission) માવજી ચૌધરીને ચૂંટણી ચિન્હ ફાળવ્યું છે. માવજી ચૌધરીને ક્રિકેટ 'બેટ'નું નિશાન ચૂંટણી ચિન્હ તરીકે આપવામાં આવ્યું છે. દરમિયાન, માવજી ચૌધરીએ કહ્યું હતું કે, જોરદાર બેટિંગ કરીશું. કલ્પના નહીં કરી હોય એટલા રન થશે. વાઈડ બોલ અને નો બોલમાં પણ સિક્સ મારીશ...

આ પણ વાંચો -Gujarat Police : લો બોલો! નિયમ તોડનારને પોલીસ હવે 'મેમો' નહિં પણ ફૂલ આપશે!

Advertisement

બે અપક્ષ મહિલા ઉમેદવારનું માવજીભાઈને સમર્થન!

માહિતી મુજબ, બે અપક્ષ મહિલા ઉમેદવાર માવજીભાઈને સમર્થન આપી શકે છે. જણાવી દઈએ કે, વાવ વિભાનસભા બેઠક (Vav Assembly by-election) પર પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ (Congress) અને 3 અપક્ષ મહિલા ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. ત્યારે વાવ પેટા ચૂંટણીમાં જબરદસ્ત ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે.

આ પણ વાંચો -VADODARA : VVIP મુવમેન્ટને પગલે SOU તરફ જવાના રસ્તે "શરતો લાગુ"

Tags :
Advertisement

.