Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : કોંગ્રેસમાં ઘર વાપસી કરવા ગેનીબેન ઠાકોરનાં આમંત્રણ પર BJP કાર્યકરે કહ્યું- હવે હું..!

ભાજપનાં મહેશ દવેને ઘર વાપસી કરવા MP ગેનીબેન ઠાકોરનું આમંત્રણ (Banaskantha) મહેશભાઈને જો ઘરવાપસી કરવી હોય તો અમે આમંત્રણ આપીએ છીએ : ગેનીબેન ગેનીબેનનું આમંત્રણ માથા પર, પણ હવે હું ભાજપ સાથે જ છું : મહેશભાઈ Banaskantha : ગુજરાતનાં...
banaskantha   કોંગ્રેસમાં ઘર વાપસી કરવા ગેનીબેન ઠાકોરનાં આમંત્રણ પર bjp કાર્યકરે કહ્યું  હવે હું
  1. ભાજપનાં મહેશ દવેને ઘર વાપસી કરવા MP ગેનીબેન ઠાકોરનું આમંત્રણ (Banaskantha)
  2. મહેશભાઈને જો ઘરવાપસી કરવી હોય તો અમે આમંત્રણ આપીએ છીએ : ગેનીબેન
  3. ગેનીબેનનું આમંત્રણ માથા પર, પણ હવે હું ભાજપ સાથે જ છું : મહેશભાઈ

Banaskantha : ગુજરાતનાં રાજકીય ગલિયારાઓમાં ફરી એકવાર ચર્ચાઓનો માહોલ જામ્યો છે. કારણ કે તાજેતરમાં સાંસદ બનેલા કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે (MP Ganiben Thakor) જાહેરમાં ભાજપના એક કાર્યકરને કોંગ્રેસ સાથે ફરી જોડાવવા અને ઘર વાપસી કરવા આમંત્રણ પાઠવ્યું છે. લાખાણી (Lakhni) પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે (Mahesh Dave) અને પૂર્વ કોંગ્રસનાં કાર્યકરોને ઘર વાપસી કરવા માટે ગેનીબેને જાહેર મંચ પરથી આમંત્રણ પાઠવ્યું છે. આ અંગે હવે મહેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો - પાકિસ્તાની બહેન અને PM MODI...બંને વચ્ચે શું સંબંધ...?

મહેશ દવેને કોંગ્રેસમાં ઘરવાપસી કરવા ગેનીબેનનું જાહેરમાં આમંત્રણ

જણાવી દઈએ કે, ગઈકાલે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના લાખણી તાલુકાનાં લાલપુર ગામમાં એક સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર (MP Ganiben Thakor), કોંગ્રેસ નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, જાહેર મંચ પરથી ગેનીબેને કોંગ્રેસમાંથી ભાજપ (BJP) માં જોડાયેલા અને લાખાણી પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે (Mahesh Dave) અને પૂર્વ કોંગ્રસનાં કાર્યકરોને ઘર વાપસી કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ગેનીબેને કહ્યું હતું કે, મહેશભાઈને જો ઘરવાપસી કરવી હોય તો અમે કોંગ્રેસના આગેવાનો તેમને આમંત્રણ આપીએ છીએ. જે દિવસ હું મામેરાંની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને આવકારું છું.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad ના સ્પર્શ બંગલોમાં ત્રાટક્યા લૂંટારા, 3 મકાનોમાંથી....

હવે હું ભાજપ સાથે જ છું : મહેશ દવે

ગેનીબેનનાં નિવેદન બાદ હવે મહેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે. મહેશભાઈએ કહ્યું કે, ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું. પણ ગઈકાલનો સ્ટેજ રાજકીય સ્ટેજ ન હતો. ગૌ માતાની વાત હતી એટલે હું સ્ટેજ પર ગયો હતો. હું ભાજપ (BJP) સાથે છું અને અમારી સરકાર ગૌ માતા માટે છે એટલે હું સ્ટેજ પર ગયો હતો. મહેશભાઈએ કહ્યું કે, 'હવે હું ભાજપ સાથે જ છું.' જણાવી દઈએ કે, વર્ષ 2023 માં મહેશ દવે કોંગ્રેસ (Congress) છોડીને ભાજપમાં જોડાયા હતા. જો કે, આ પહેલા વર્ષ 2017 માં મહેશ દવે ભાજપ (BJP) છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વાવ વિધાનસભાની ( Vav Assembly) પેટા ચૂંટણી પહેલા વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવા માટે ઘર વાપસીનું આમંત્રણ મહત્ત્વનું બની શકે છે. એવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Jail : રાખડી બાંધીને સાગઠિયાના બહેને આપી ચિઠ્ઠી...!

Tags :
Advertisement

.