Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vav Assembly By-Elections: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર, ગુલાબસિંહ રાજપૂતને મળી ટિકિટ

Vav Assembly By-Elections: કોંગ્રેસે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે.
vav assembly by elections  વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર  ગુલાબસિંહ રાજપૂતને મળી ટિકિટ
  1. રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ
  2. કોંગ્રેસે પોતાની ઉમેદવારની જાહેરાત કરી દીધી
  3.  કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી

Vav Assembly By-Elections: બનાસકાંઠાના વાવ વિધાનસભા (Vav Assembly) મતક્ષેત્રમાં પેટા ચૂંટણીની પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે. વાવ બેઠક (Vav Assembly)ને લઈને કોંગ્રેસે પોતાની ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે.

Advertisement

વાવ બેઠક પર ભાજપ કોના પર દાવ લગાવશે?

કોંગ્રેસના અધ્યભ મલ્લિકાર્જુ ખરગે દ્વારા વાવ બેઠક (Vav Assembly)ના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામ પર મોહર મારી દેવામાં આવી છે. હવે જોવાનું એ છે કે, ભાજપ દ્વારા કોને ટિકિટ આપવામાં આવે છે. ભાજપ કોના પર દાવ લગાવશે તે જોવાનું રહ્યું. પરંતુ કોંગ્રેસ પોતાનો મજબૂત ઉમેદવાર મેદાને ઉતારી દીધો છે. નોંઘનીય છે કે, બનાસકાંઠાના વાવ વિધાનસભા મતક્ષેત્રમાં પેટા ચૂંટણીની પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ચૂંટણીમાં ભારે સ્પર્ધા છે. કોણ આ બેઠક પર જીતશે તે તો સમય આવે જ ખબર પડશે

Advertisement

વાવમાં વટની લડાઈમાં ભાજપની હજુ પણ બંધમાં રમત

કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતને પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં છે. પરંતુ વાવમાં વટની લડાઈમાં ભાજપની હજુ પણ બંધમાં રમત રમાઈ રહીં છે. ગુલાબસિંહ સામે સ્વરૂપજી ઠાકોરને ભાજપ મેદાને ઉતારી શકે તેવી અટકળો જોવા મળી રહીં છે. જો કે, ભાજપમાંથી ગજેન્દ્રસિંહ, અમીરામ આંસલનું નામ પણ ચર્ચામાં આવી રહીં છે. આ સાથે રજનીશ ચૌધરી અને પીરાજી ઠાકોરને પણ ભાજપમાંથી તક મળી શકે છે. પરંતુ હજું કોઈની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

Advertisement

ગુજરાત ફર્સ્ટે પહેલા જ આ સમાચાર બતાવ્યા હતા

ફરી એકવાર સાબિત થયું કે ઈલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે ટિકિટ આપીને સત્તાવાર રીતે ઉમેદવારી જાહેરાત કરી દીધી છે. ગુજરાત ફર્સ્ટે પહેલા જ આ સમાચાર બતાવ્યા હતા. ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપશે.

આ પણ વાંચો: Surat : મોટા વરાછામાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, 3 ભેજાબાજની ધરપકડ

Tags :
Advertisement

.