Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું, હવે કુલ 10 ચૂંટણી મેદાને
- વાવ પેટાચૂંટણીમાં જામાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું (Banaskantha)
- ગેનીબેનનાં કૌટુંબિક કાકા ભુરાભાઈ ઠાકોરે પણ ઉમેદવારી પરત ખેંચી
- ભાજપ-કોંગ્રેસ, અપક્ષનાં હવે કુલ 10 ઉમેદવાર ચૂંટણી મેદાને
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પેટચૂંટણી યોજાવવાની છે. આ બેઠક પર ભાજપ (BJP) અને કોંગ્રેસ વચ્ચે જબદસ્ત ટક્કર જોવા મળશે એવી ચર્ચા પહેલા થતી હતી. પરંતુ, ભાજપનાં બળવાખોર વરિષ્ઠ નેતા માવજીભાઈ ચૌધરીએ (Mavjibhai Chaudhary) અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કરી ઉમેદવારી નોંધાવતા હવે વાવ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે એવા એંધાણ છે. આ વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો - Gujarat Police : લો બોલો! નિયમ તોડનારને પોલીસ હવે 'મેમો' નહિં પણ ફૂલ આપશે!
Banaskantha Vav By Election: અપક્ષ ઉમેદવર Jamabhai ફોર્મ પરત ખેંચ્યું | Gujarat First#Banaskantha #Vav #Election #jamabhai #apaksh #Gujaratfirst pic.twitter.com/CYADWpTzLG
— Gujarat First (@GujaratFirst) October 30, 2024
જામાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું
વાવ પેટાચૂંટણીમાં (Vav Assembly by-election) અપક્ષ ઉમેદવારી નોંધાવનાર જામાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. ટેકેદારો સાથે પ્રાન્ત કચેરીએ પહોંચીને જામાભાઈએ (Jamabhai Patel) ફોર્મ પરત ખેંચ્યું છે. ગઈકાલે રાત્રે ચૌધરી સમાજની બેઠક મળી હતી, જેમાં જામાભાઈએ ફોર્મ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જામાભાઈએ કહ્યું હતું કે, સમાજ જે કહેશે એ મુજબ હું નિણર્ય લઈશ. બીજી તરફ ગેનીબેન ઠાકોરનાં (Ganiben Thakor) કૌટુંબિક કાકા ભુરાભાઈ ઠાકોરે પણ ઉમેદવારી પાછી ખેંચ્યું છે. તેમણે ભાજપને ટેકો જાહેર કરીને ફોર્મ પરત લીધું હોવાની માહિતી છે.
Banaskantha Vav By Election: 'વાવમાં વટની લડાઈ'માં જામશે ત્રિપાંખિયો જંગ | Gujarat First#Banaskantha #vavBattle #ElectionFever #BJP #Congress #IndependentCandidate #MavjiChaudhary #Gujaratfirst@patel_tharad pic.twitter.com/HfxdTGHEgp
— Gujarat First (@GujaratFirst) October 30, 2024
આ પણ વાંચો - Ahmedabad : ધનતેરસે જ પિતાએ પુત્રીની કરી હત્યા
જનતા મને જીતાડશે એવી ખાતરી છે : માવજી ચૌધરી
અહેવાલ અનુસાર, ભુરાજી ઠાકોરને (Bhurabhai Thakor) ફોર્મ ખેંચાવા રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર (MLA Lovingji Thakor) અને ભાજપ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ સાથે આવ્યા હતા. જણાવી દઈએ કે, હવે 'વાવમાં વટની લડાઈ' માં (Banaskantha) ત્રિપાંખિયો જંગ જામશે. ભાજપ-કોંગ્રેસ (Congress) સહિત કુલ 10 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swaroopji Thakor), કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) અને ભાજપનાં બળવાખોર માવજી ચૌધરી અપક્ષ ઉમેદવાર છે. માવજી ચૌધરીએ કહ્યું કે, અન્યાય પ્રજા સહન નથી કરતી. જનતા મને જીતાડશે એવી ખાતરી છે.
આ પણ વાંચો - VADODARA : શિકારનો કોળિયો કરવા જતાં અજગરનું રેસ્ક્યૂ