Banaskantha : લો બોલો! સાઇબર પોલીસે દરોડો પાડીને દારૂ પકડ્યો, ડીસા પોલીસ ઊંઘતી ઝડપાઈ
- સાઇબર સેલે ડીસાના રૂરલ વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો (Banaskantha)
- ભોયણ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
- દારૂ સહિત 50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકામાં સાઇબર સેલે મોટી કાર્યવાહી કરી છે. રૂરલ વિસ્તાર ભોયણ રોડ પરથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. સાઇબર સેલ (Cyber Cell) દ્વારા દારૂના જથ્થા સહિત કુલ રૂ. 50 લાખનો મુદ્દામાલ ઝડપી પડાયો છે. રૂરલ પોલીસ ઊંઘતી રહી અને સાઇબર સેલ દ્વારા રૂરલ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પડાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - સરકારી કર્મચારીઓમાં આનંદો! Diwali ના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે લીધો આ મોટો નિર્ણય...
ડીસાનાં રૂરલ વિસ્તારમાં સાઇબર સેલની મોટી કાર્યવાહી
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં ડીસા તાલુકામાં (Deesa) એકવાર ફરી દારૂનો જથ્થો ઝડપાયો છે. જો કે, આ વખતે રૂરલ પોલીસ નહીં પણ સાઇબર સેલે કાર્યવાહી કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, બાતમીનાં આધારે સાઇબર સેલે ડીસાનાં રુરલ વિસ્તાર ભોયણ રોડ (Bhoyan Road) પર વોચ ગોઠવી હતી અને બાતમીવાળી શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ આદરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.
- બનાસકાંઠાનાં ડીસામાં સાઇબર સેલની મોટી કાર્યવાહી
- સાયબર સેલે રૂરલ વિસ્તારમાંથી ઝડપ્યો વિદેશી દારૂ
- ભોયણ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
- દારૂ સહિત 50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
- ડીસા રૂરલ પોલીસ ઊંઘતી રહી અને સાયબર સેલે દારૂ ઝડપ્યો#Banaskantha #Deesa #CyberCell…— Gujarat First (@GujaratFirst) October 16, 2024
આ પણ વાંચો - Vav Assembly By-Election માં જામશે ત્રિપાંખિયો જંગ
કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સાઇબર સેલે (Cyber Cell) ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો, ટ્રક સહિત કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે, બીજી તરફ રૂરલ પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે રૂરલ પોલીસ ઊંઘતી રહી અને સાઇબર સેલે ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat માં કપલ બોક્સમાં સગીરા પર દુષ્કર્મ...