Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : ત્રિશુલિયા ઘાટી પર શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગોઝારો અકસ્માત, 4 નાં સ્થળ પર મોત

બનાસકાંઠામાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટી પર અકસ્માત બસ પલટી મારી જતાં 4 લોકોનાં મોત નીપજ્યાં ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોનો આક્ષેપ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી (Ambaji) દાંતા...
banaskantha   ત્રિશુલિયા ઘાટી પર શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગોઝારો અકસ્માત  4 નાં સ્થળ પર મોત
  1. બનાસકાંઠામાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત
  2. અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટી પર અકસ્માત
  3. બસ પલટી મારી જતાં 4 લોકોનાં મોત નીપજ્યાં
  4. ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોનો આક્ષેપ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી (Ambaji) દાંતા વચ્ચે ત્રિશુલિયા ઘાટી પર હનુમાનજી મંદિર (Hanumanji Temple) પાસે શ્રદ્ધાળુઓની બસ પલટી મારી હતી. આ અકસ્માતમાં 4 જેટલા લોકોનાં મોત થયા છે, જ્યારે 25 થી વધુ લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધે તેવી પ્રાથમિક માહિતી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ભાયલી ગેંગ રેપના આરોપીઓનો કોઇ પત્તો નહીં, માહિતી આપનારને ઇનામની જાહેરાત

Advertisement

બસમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરીને ખેડા (Kheda) જિલ્લાનાં કઠલાલનાં માઈભક્તો લક્ઝરી બસમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે અંબાજીથી દાંતા (Danta) વચ્ચે આવેલ ત્રિશુલિયા ઘાટી પર હનુમાનજી મંદિર પાસે માઈભક્તોની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે 25 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

આ પણ વાંચો - Valsad : સુરતનાં પરિવાર માટે ડુંગરી ગામનાં યુવાનો દેવદૂત બન્યા! મોડી રાતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

બસનો ડ્રાઇવર નશામાં હોવાનો મુસાફરોનો આક્ષેપ

અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. મુસાફરોનો આરોપ છે કે બસનો ડ્રાઇવર નશામાં હતો અને તેને બેદરકારીપૂર્વક બસ હંકારતા પલટી મારી હતી. આ અકસ્માતમાં ડિવાઈડર પાસે રેલિંગ પણ તૂટી ગઈ હતી. જ્યાર બસનાં પણ ફુરચેફુરચા બોલાઈ ગયા હતા. આ મામલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો - એક ફિલ્મી કહાની જેવો મોતનો ભેદ ઉકેલતી Ahmedabad Crime Branch!

Tags :
Advertisement

.