Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BANASKANTHA : કૂવામાં કામ કરતાં 3 શ્રમિકોનું ગૂંગળામણથી નીપજ્યું મોત, વાંચો શું છે સમગ્ર ઘટના

બનાસકાંઠામાં કૂવામાં કામ કરતા ત્રણ શ્રમિકોના મોત કૂવામાં કામ કરતા 5 શ્રમિકોને ગૂંગળામણ થઈ હતી અસર પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલની ઘટના અન્ય 2 શ્રમિકો પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ એક શ્રમિકને બચાવવા જતા 4 શ્રમિકો બન્યા ગૂંગળામણનો...
09:10 AM Apr 24, 2024 IST | Harsh Bhatt

પાલનપુર ડીસા હાઈવે પરથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગૂંગળામણની અસરની અસરના કારણે મોટી દુર્ઘટના થવા પામી છે.

ગૂંગળામણને કારણે 3 મજૂરોના મોત નિપજ્યાં છે. આ મજૂરોને108 અને ફાયર ટીમની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવવામાં આવ્યા હતા.  જ્યાં સારવાર દરમિયાન 3 મજૂરોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 2 મજૂરોને પાલનપુર સિવિલમા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પરથી આ હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પેપર મિલના કૂવામાં 5 મજૂર કામ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કૂવામાં એક મજૂરને કોઈ સમસ્યા સર્જાતા એક મજૂરને બચાવવા જતાં ચાર મજૂરો કૂવામાં ગૂંગળામણનો ભોગ બન્યા હતા, જેમાં 3 મજૂરોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ 2 હજી પણ સારવાર હેઠળ છે. હાલ સમગ્ર બાબતને લઈને ગઢ પોલીસે ઘટના સ્થળે  પહોંચી હતી અને તેમણે હાલ આ બાબત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : CHOTILA : ચૈત્રી પુનમની મોડી રાત્રે ધર્મગુરૂ કાલીપુત્ર કાલીચરણ મહારાજ ચોટીલા દર્શનાર્થે પહોંચ્યા

 

 

 

 

Tags :
Banaskanthadishafire departmenthighwaylaborers diedPalanpurPALANPUR DISHA HIGHWAYsuffocationtragic deathworking
Next Article