Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંડલીકપુર પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું કરૂણ મોત

રાજ્યમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાંક વાહન ચાલકો બેદરકારીપૂર્વક વાહન હંકારીને અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આવો જ એક ભયંકર અકસ્માત જેતપુરના મંડલીકપુર પાસે આવેલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.જેમાં છકડો રિક્ષામાં મુસાફરી કરી રહેલ એક મહિલાનું મોત નિપજતા કરૂણ દર્શયો સર્જા‍યા હતા.આ અકસ્માતમાં છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેà
મંડલીકપુર પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું કરૂણ મોત
રાજ્યમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાંક વાહન ચાલકો બેદરકારીપૂર્વક વાહન હંકારીને અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આવો જ એક ભયંકર અકસ્માત જેતપુરના મંડલીકપુર પાસે આવેલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.જેમાં છકડો રિક્ષામાં મુસાફરી કરી રહેલ એક મહિલાનું મોત નિપજતા કરૂણ દર્શયો સર્જા‍યા હતા.આ અકસ્માતમાં છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 
ઘટના પ્રમાણે જેતપુર તાલુકાના મંડલિકપુર ગામ પાસે હાઇવેનાં બ્રિજ પર ધોરાજીથી અંદાજે 7 વાગ્યા આસપાસ પેસેન્જર ભરીને આવી રહેલ સકડો રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જા‍યો હતો. જેમાં રોશનીબેન સિદિભાઈ ખીરા ઉ.મ 55 રહે જનતા નગર જેતપુર નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ .જ્યારે રીક્ષા ચાલક હકાભાઈ ચુનીભાઈ મિસ્ત્રી ઉ.મ 45 રહે.પેઢલા,જીવુબેન ભણાભાઇ પરમાર ઉ.મ 55 રહે,તોરણીયા,મુસ્કાન રફિકભાઈ ખીરા ઉ.મ 12 રહે.જામનગર ભાવનાબેન પ્રકાશભાઈ પંચાસરા ઉ.મ 35 રહે.શ્રીજી હાઇસ્કુલ પાસે જેતપુર સુમ્યાબેમ કાદરી ઉ.મ 21 હાજી દાઉદ હોસ્પિટલ પાસે જેતપુર તમામ 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં 3 વ્યક્તિઓને વધુ ઈજા પહોંચતા જુનાગઢ રિફર કરાયા હતા.
જ્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છુટયો હતો જ્યારે આ બનાવથી જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી તેમજ નાસી છુટેલ ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
Advertisement
Tags :
Advertisement

.