ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : પેપોળ ગામનાં 24 વર્ષીય વીર જવાને કલકત્તાનાં કુચ બિહારમાં શહીદી વિહોરી

Banaskantha નાં  વડગામનાં BSF જવાન કલકત્તાના કુચ બિહારમાં શહીદ શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ 2021 માં BSF માં જોડાયા હતા શહીદ જવાનનો પાર્થિવ દેહ વતન પેપોળ ગામ મુકામે લવાશે બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આવેલ વડગામ તાલુકાનાં પેપોળ ગામમાં રહેતા ખેડૂત...
11:25 AM Oct 05, 2024 IST | Vipul Sen
  1. Banaskantha નાં  વડગામનાં BSF જવાન કલકત્તાના કુચ બિહારમાં શહીદ
  2. શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ 2021 માં BSF માં જોડાયા હતા
  3. શહીદ જવાનનો પાર્થિવ દેહ વતન પેપોળ ગામ મુકામે લવાશે

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આવેલ વડગામ તાલુકાનાં પેપોળ ગામમાં રહેતા ખેડૂત પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે તેમને ખબર મળી કે તેમનો આશાસ્પદ દીકરો અને દેશનો વીર જવાન કલકત્તાનાં (Calcutta) કુચ બિહારમાં શહીદ થયા છે. આ સમાચાર મળતા જ પરિવાર સહિત સમગ્ર ગામ અને વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે શહીદ વીર જવાનનાં પાર્થિવ દેહને પોતાનાં વતન પેપોળ મુકામે લવાશે.

આ પણ વાંચો - Ahmedabad : લોકોની સામે રેલવે એન્જિનિયર ટ્રેન આગળ સૂઈ ગયો અને પછી..! જુઓ હચમચાવતો Video

શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ કુચ બિહારમાં શહીદ થયા

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં વડગામ (Vadgam) તાલુકામાં આવેલા પેપોળ ગામમાં દેવાભાઇ પ્રજાપતિનો 24 વર્ષીય પુત્ર અંકિત પ્રજાપતિ (Ankit Prajapati) વર્ષ 2021 માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ જોડાયા હતા. કલકત્તાનાં કુચ બિહારમાં (Cooch Behar) ફરજ દરમિયાન અંકિત પ્રજાપતિ શહીદ થયા હતા. શહીદ જવાનનાં પાર્થિવ દેહને આજે પોતાનાં વતન પેપોળ મુકામે લવાશે.

આ પણ વાંચો - VADODARA : વડોદરા એરપોર્ટને ધમકીભર્યો ઇમેલ મળતા તંત્ર એલર્ટ

આજે શહીદ જવાનના પાર્થિવ દેહને વતન પેપોળ મુકામે લવાશે

24 વર્ષીય જવાન શહીદ થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. નાની ઉંમરમાં શહીદી વહોરી લેનાર વીર જવાન અંકિત પ્રજાપતિનાં અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પેપોળ ગામ આવવાનાં છે. ત્યારે સ્થાનિક પ્રસાશન દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gandhinagar : BJP નાં પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્યનું આજે વહેલી સવારે થયું અવસાન

Tags :
BanaskanthaCalcuttaCooch BeharGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsIndian-ArmyLatest Gujarati Newsmartyred Ankit PrajapatiMartyred JawanPaypol villageVadgam
Next Article