ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનથી આવ્યા ખરાબ સમાચાર, ક્રિકેટ ટીમના માલિકે કરી આત્મહત્યા

પાકિસ્તાન સુપર લીગ (PSL)માં મુલતાન સુલતાનની ફ્રેન્ચાઈઝીના માલિક આલમગીર ખાન તારીને આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર, તારીને લાહોરમાં તેના ઘરે પિસ્તોલથી પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. હાલમાં તેની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુલ્તાન સુલ્તાનના...
07:30 PM Jul 06, 2023 IST | Dhruv Parmar

પાકિસ્તાન સુપર લીગ (PSL)માં મુલતાન સુલતાનની ફ્રેન્ચાઈઝીના માલિક આલમગીર ખાન તારીને આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર, તારીને લાહોરમાં તેના ઘરે પિસ્તોલથી પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. હાલમાં તેની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુલ્તાન સુલ્તાનના સીઈઓ હૈદર અઝહરે તારીનના મૃત્યુની પુષ્ટિ કરી છે. લાહોર પોલીસે પણ તરીનની આત્મહત્યાની પુષ્ટિ કરતા તપાસ શરૂ કરી છે.

ક્રિકેટ જગતમાં શોકની લહેર

આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આલમગીર ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી (IPP)ના વડા જહાંગીર ખાન તારીનના ભાઈ છે. અનેક ક્રિકેટ હસ્તીઓ અને પીએસએલ ફ્રેન્ચાઈઝીઓએ ઉદ્યોગપતિના દુઃખદ અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મુલ્તાન સુલ્તાન્સે ટ્વીટ કર્યું, “અત્યંત દુઃખ સાથે અમે અમારી પ્રિય ટીમના માલિક આલમગીર ખાન તારીનના નિધનના સમાચાર શેર કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના તારીનના પરિવાર સાથે છે. અમે તમને બધાને તેમના પરિવારનો આદર કરવા વિનંતી કરીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે.

સુસાઈડ નોટમાં લખેલી બીમારીની વાત

સુસાઈડ નોટમાં આપઘાતનું કારણ તે જે બીમારીથી પીડિત હતો તે જણાવવામાં આવ્યું છે. જો કે, આલમગીરના મિત્રોએ કહ્યું કે તેણે ક્યારેય તેમની સાથે પોતાની બીમારીનો ઉલ્લેખ કર્યો નથી.

જાવેદ આફ્રિદીએ દુઃખ વ્યક્ત કર્યું

બીજી તરફ પેશાવર ઝાલ્મીના પ્રમુખ જાવેદ આફ્રિદીએ આલમગીરના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકના પરિવાર, મિત્રો અને ટીમ મુલ્તાન સુલ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વધુમાં, લાહોર કલંદરે પણ આલમગીરના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે મેનેજમેન્ટ તેના વિશે સાંભળીને આઘાત અને દુઃખી છે.

મોહમ્મદ રિઝવાન ટીમનો કેપ્ટન છે

પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફ, મિડલ ઓર્ડર બેટ્સમેન સોહેબ મકસૂદ અને અન્ય લોકોએ નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લાહોર કલંદરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આતિફ રાણાએ કહ્યું કે તેઓ "આલમગીર તારીનના સમાચાર સાંભળીને" વિશ્વાસ કરી શકતા નથી. જણાવી દઈએ કે મુલ્તાન સુલ્તાનનો કેપ્ટન મોહમ્મદ રિઝવાન છે. આ સિઝનમાં ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે, તેને લાહોર કલંદર્સ સામે એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : MS ધોની મેદાન પર ખૂબ અપશબ્દો બોલે છે!, દિગ્ગજ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

Tags :
Alamgir TareenCricketFUROREmohammad rizwanmultan sultansmultan sultans ownerPakistanpakistan cricketPakistan Cricket TeamPakistan Super LeaguePSLSportssuicideTeam owner Suicide case
Next Article