Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બન્યું કંગાળ, આટલા મહિનાથી ખેલાડીને નથી મળ્યો પગાર

વનડે ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ ટૂર્નામેન્ટને લઈ તમામ ટીમોએ તૈયારી પૂર્ણ કરી લીધી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે અત્યારે બધુ યોગ્ય નથી. એક રિપોર્ટ અનુસાર, ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે પહેલાંથી...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બન્યું કંગાળ  આટલા મહિનાથી ખેલાડીને નથી મળ્યો પગાર

વનડે ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ ટૂર્નામેન્ટને લઈ તમામ ટીમોએ તૈયારી પૂર્ણ કરી લીધી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે અત્યારે બધુ યોગ્ય નથી. એક રિપોર્ટ અનુસાર, ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે પહેલાંથી ચાલતા વિવાદે મોટો બન્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીોનએ છેલ્લા 4 મહિનાથી પગાર મળ્યો નથી અને હવે ખેલાડીઓ બળવો કરવાના મૂડમાં છે.

Advertisement

છેલ્લા 4 મહિનાથી ચાલે છે વિવાદ

મળતી માહિતી મુજબ, બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે ગત અમુક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સેંટ્રલ કોનટ્રાક્ટના કારણે થયો છે. જેના કારણે ખેલાડીઓને છેલ્લા 4 મહિનાથી પગાર મળ્યો નથી. ખેલાડીઓએ વર્લ્ડકપ શરૂ થયા પહેલાં જ કહી દીધું કે, જો વિવાદનો અંત નહીં આવે, તો ખેલાડીઓ સ્પોન્સરના લોગો વાળી જર્સી પહેરશે નહીં. આ સાથે વર્લ્ડકપના પ્રમોશનલ ઈવેન્ટમાં પણ ભાગ લેશે નહીં.

PCB પોતાના A કેટેગરીના ખેલાડીઓને દર મહિના 45 લાખ પાકિસ્તાની રૂપિયા આપે છે, પરંતુ ખેલાડીઓને માત્ર 27થી 28 લાખ રૂપિયા મળે છે. તેના પગારનો મોટો ભાગ ટેક્સના કારણે કટ થાય છે. આ સમસ્યાના કારણે ખેલાડીઓ પરેશાન થયા છે. આ વિવાદ 5 મહિના પહેલાં શરૂ થયો હતો, ત્યારે PCBના ચીફ નઝમ શેઠ્ઠી હતા, પરંતુ હવે અશરફ છે. આમ છતાં હજુ પણ વિવાદ પૂર્ણ થયો નથી

Advertisement

પાકિસ્તાની ખેલાડીઓ શકે બળવો ?

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ખેલાડીઓને લાગે છે કે, જો આ વિવાદનું વર્લ્ડકપ પહેલાં સમાધાન નહીં થાય, તો આગળ આશા ઓછી છે. PCB ચીફ અશરફ પણ રાજીનામું આપી શકે છે. જેથી આવી સ્થિતિમાં ખેલાડીઓ પોતાની સમસ્યાનું સમાધાન કરવા માંગે છે. આ કારણે પાકિસ્તાની ક્રિકેટર્સ બળવો કરી શકે છે.

Advertisement

આ  પણ  વાંચો -WORLD CUP પહેલા પાકિસ્તાની કેપ્ટન BABAR AZAM પર પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.