Ayodhya Rape Case પર માયાવતીએ સપા પ્રમુખને લીધા આડે હાથ!
Akhilesh Yadav એ DNA Test નું સૂચન કર્યું હતું
સરકાર આ માટે જવાબદાર છે
માતાને મળીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
Ayodhya Rape Case: તાજેતરમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરવામાં કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલાની તપાસ કરતા સમાજબાદી પાર્ટીના નેતા મોઈદ ખાનનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું. જોકે હાલમાં, આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. જોકે તપાસ દરમિયાન આ મામલો ગેંગરેપ તરીકે સામે આવ્યો છે. કારણ કે... આ ઘટનાનો વીડિયો પણ મોઈદ ખાને બનાવ્યો હતો.
Akhilesh Yadav એ DNA Test નું સૂચન કર્યું હતું
તે ઉપરાંત આજરોજ અયોધ્યામાં મોઈદ ખાનની બેકરી પર Bulldozer ની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે, આ મામલો વધુ ઉજાગર થતા રાજકારણ પણ આ ઘટનાને લઈ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ Akhilesh Yadav એ DNA Test નું સૂચન કર્યું હતું. જ્યારે Akhilesh Yadav ની માંગ પર બસપા પ્રમુખ Mayawati ગુસ્સે થઈ ગયા હતાં. Akhilesh Yadav ના નિવેદન બાદ Mayawati એ સોશિયલ મીડિયા સાઇટ X પર બે પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, સરકાર દ્વારા અયોધ્યા ગેંગરેપ કેસના આરોપીઓ સામે જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે, પરંતુ આરોપીઓનો DNA Test કરાવવો જોઈએ તેવું એસપીનું કહેવું શું સમજવું જોઈએ. જ્યારે એસપીએ પણ જણાવવું જોઈએ કે તેમની સરકાર આવા આરોપીઓ સામે કેટલા DNA Test કરવામાં આવ્યા છે?
આ પણ વાંચો: Chandigarh કોર્ટમાં ખૂની ખેલ! સ્પેન્ડેડ AIGએ જમાઈની કરી હત્યા
સરકાર આ માટે જવાબદાર છે
બીજી પોસ્ટમાં Mayawati એ લખ્યું, યુપીમાં ગુનાખોરી નિયંત્રણ અને કાયદો અને વ્યવસ્થાને લઈ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને ઉત્પીડન વગેરેને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે અયોધ્યા અને લખનૌની ઘટનાઓ ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. સરકાર આ માટે જવાબદાર છે. જો આપણે જાતિ, સમુદાય અને રાજકારણથી ઉપર ઉઠીને નિવારણ માટે કડક પગલાં લઈએ તો વધુ સારું રહેશે. નોંધનીય છે કે અયોધ્યામાં માસુમ બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં આવ્યા છે.
માતાને મળીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
આ પહેલા સીએમ યોગી આદિત્યનાથે પીડિતાની માતાને મળીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. સપા નેતાની બેકરી પર Bulldozer ની કાર્યવાહી શરૂ કરવામાં આવી, ત્યારે આ બેઠકને 24 કલાક પણ વીતી ગયા ન હતાં. સપા નેતા મોઈદ ખાનની બેકરીને Bulldozer થી તોડી પાડવામાં આવી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડમિનિસ્ટ્રેશન અનિરુદ્ધ પ્રતાપ સિંહ અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી સેક્રેટરી સત્યેન્દ્ર સિંહ અને એસડીએમ સોહાવલ અશોક સૈનીની હાજરીમાં પોલીસ સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જંગલોમાં ફસાયેલા આદિવાસી પરિવાર માટે દેવદૂત બન્યા વન અધિકારી, જુઓ વીડિયો....