AUS vs NED : વર્લ્ડ કપમાં સ્ટેડિયમની લાઈટિંગ ચર્ચાનો વિષય, આમને-સામને આવ્યા આ બે ઓસ્ટ્રેલિયન ખેલાડી
ICC World Cup 2023 ની 24 મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નેધરલેન્ડ્સની ટીમને 309 રને હરાવી વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી જીત હાસિલ કરી હતી. મેચનો હીરો ગ્લેન મેક્સવેલ હતો જેણે 44 બોલમાં 106 રનની ઝડપી ઇનિંગ રમી હતી. વળી હવે મેક્સવેલ તેના એક નિવેદનથી વિવાદમાં આવ્યા છે. જણાવી દઈએ કે, મેક્સવેલે BCCI અને ICC ની ટીકા કરી છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડી આવ્યા આમને-સામને
આ વર્ષે ભારતમાં ODI World Cup નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. BCCI અને ICC એ તમામ 10 ટીમો માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. BCCI સ્ટેડિયમમાં પ્રશંસકોના મનોરંજન માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. સ્ટેડિયમમાં ડ્રિંક બ્રેક દરમિયાન દર્શકો માટે લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ચાહકોમાં મનોરંજનનું કેન્દ્ર બની રહે છે. ચાહકો તેને પસંદ કરી રહ્યા છે, પરંતુ ખેલાડીઓનું શું? શું તેઓ તેને પસંદ કરે છે? શું ખેલાડીઓ પણ તેનો આનંદ માણી રહ્યા છે? આ મુદ્દે ઓસ્ટ્રેલિયન ટીમના બે ખેલાડી સામસામે આવી ગયા છે. કેટલાક ખેલાડી સ્ટેડિયમના લાઇટ શોની મજા માણી રહ્યા છે. વળી, કેટલાક ખેલાડીઓ તેને પસંદ નથી કરી રહ્યા. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આનાથી ખુશ નથી. બુધવારે દિલ્હીમાં નેધરલેન્ડ સામે રેકોર્ડ સદી ફટકાર્યા બાદ મેક્સવેલે કહ્યું કે તે દર્શકો માટે સારું છે, પરંતુ ખેલાડીઓ માટે ભયંકર છે. મેક્સવેલે કહ્યું કે મેં આ પ્રકારની બિગ બેશ લીગનો અનુભવ કર્યો છે. તે દરમિયાન પર્થ સ્ટેડિયમની લાઇટ જતી રહી હતી. લાઇટ શો માટે અંધારું થયા પછી ફરીથી લાઇટો આવે છે, ત્યારે એવું લાગે છે કે તે આંખોને ચમકાવી રહી છે અને માથાનો દુખાવો આપી રહી છે.
I absolutely loved the light show, what an atmosphere. It’s all about the fans. Without you all we won’t be able to do what we love. 🙏🙏🙏 https://t.co/ywKVn5d5gc
— David Warner (@davidwarner31) October 25, 2023
મેક્સવેલે ટીકા કરી વોર્નરે કર્યો બચાવ
મેક્સવેલે ખુલાસો કર્યો કે, અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડની ઇનિંગ્સ દરમિયાન 'સાઉન્ડ એન્ડ લાઇટ' શો દરમિયાન તેને 'માથાનો દુખાવો' થયો હતો. આ દરમિયાન મેક્સવેલે પોતાની આંખો પોતાના હાથ વડે ઢાંકી દીધી હતી. મેક્સવેલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મને ગ્રાઉન્ડ લાઇટ કરતી વખતે માથાનો દુખાવો થતો હતો અને મને આંખોને એડજસ્ટ કરવામાં થોડો સમય લાગ્યો હતો. હું માનું છું કે આ લાઇટિંગ શો દર્શકો માટે સારો હોઈ શકે છે પરંતુ ક્રિકેટરો માટે તે ભયંકર હોઈ શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને તે ઘણો પસંદ આવી રહ્યો છે. વોર્નરે ટ્વીટ કરીને લખ્યું કે મને લાઈટ શો ખૂબ જ ગમ્યો, શું વાતાવરણ હતું. આ બધું ચાહકો માટે છે. તમારા સૌ વિના અમે ન કરી શકીએ જે અમને પસંદ છે.
ઓસ્ટ્રેલિયા 309 રને જીત્યું
જણાવી દઈએ કે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. જણાવી દઇએ કે, પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મેક્સવેલે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. આ પહેલા ડેવિડ વોર્નરે સદી રમીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. વોર્નરે 93 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. નેધરલેન્ડની આખી ટીમ 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, ઓસ્ટ્રેલિયાએ 309 રનના માર્જિનથી મેચ જીતી લીધી. એડમ ઝમ્પાએ 4 અને મિચેલ માર્શે 2 વિકેટ લીધી હતી. મેક્સવેલને મેચનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - World Cup 2023 : વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત…, ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે