Arvind Kejriwal આગામી 2 દિવસમાં CM પદ પરથી રાજીનામું આપશે, જાણો કોણ બનશે Delhi CM?
- અરવિંદ કેજરીવાલનાના રાજીનામાં બાદ Delhi ના CM કોણ?
- આ નામો પર કરવામાં આવી રહી છે ચર્ચા
- મનીષ સિસોદિયાને રેસમાં ભાગ નહીં લે
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) CM પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા AAP કાર્યકર્તાઓને કહ્યું કે, ભગવાનનો આભાર માનો કે તેઓ મુશ્કેલ સમયમાં અમારી સાથે હતા. અમે દુશ્મનો સામે લડ્યા છીએ. અમારા નેતાઓ સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લા ખાન હજુ પણ જેલમાં છે. આશા છે કે તેઓ જલ્દી બહાર આવશે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને સાથીદારોને મળવાની છૂટ હતી; પરંતુ મારા પક્ષના સાથી સંદીપ પાઠકને મને મળવા દેવાયા ન હતા. મારી ધરપકડ બાદ મેં રાજીનામું આપ્યું નથી કારણ કે હું લોકશાહીનું સન્માન કરું છું. મારા માટે બંધારણ સર્વોચ્ચ છે. હું બે દિવસ પછી રાજીનામું આપવાનો છું, લોકોને પૂછીશ કે હું પ્રામાણિક છું કે કેમ, જ્યાં સુધી તેઓ જવાબ નહીં આપે ત્યાં સુધી હું CM ની ખુરશી પર બેસીશ નહીં. હું CM ની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર આપશે. હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું.
મનીષ સિસોદિયા રેસમાં નથી...
અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પછી કોણ બનશે દિલ્હીના CM? મનીષ સિસોદિયાને રેસમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી રહી નથી કારણ કે તે જામીન પર પણ છે. સિસોદિયા સિવાય કોણ એવા ચહેરા છે જે CM પદની રેસમાં છે?
- સુનીતા કેજરીવાલ
- રાઘવ ચઢ્ઢા
- અતિશી
- સૌરભ ભારદ્વાજ
આ પણ વાંચો : Arvind Kejriwal : કેજરીવાની આ જાહેરાતથી રાજકારણમાં ભૂકંપ
AAP નેતા CM પદ સંભાળશે...
કેજરીવાલે એમ પણ કહ્યું છે કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે પરંતુ મારી માંગ છે કે મહારાષ્ટ્રની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં નવેમ્બરમાં ચૂંટણી યોજવી જોઈએ. તેમણે કહ્યું કે આગામી થોડા દિવસોમાં AAP ધારાસભ્યોની બેઠક થશે, AAP નેતા CM પદ સંભાળશે. હું CM બનીશ અને સિસોદિયા નાયબ CM ત્યારે જ બનશે જ્યારે લોકો કહેશે કે અમે પ્રમાણિક છીએ.
આ પણ વાંચો : Delhi : Arvind Kejriwal નું રાજીનામું પીઆર સ્ટંટ... BJP એ કર્યો પલટવાર