Gandhinagar : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં કલાકારો આ તારીખે લેશે વિધાનસભા ગૃહની મુલાકાત
- વિધાનસભામાં કલાકારોના આમંત્રણ વિવાદમાં મોટા સમાચાર
- વિધાનસભામાં તમામ કલાકારોને કરાયા આમંત્રિત
- આગામી 27 માર્ચે તમામ કલાકારોને આમંત્રણ
- અગાઉ કલાકારોને બોલાવાયા બાદ સર્જાયો હતો વિવાદ
થોડા સમય પહેલા કેટલાક કલાકારો દ્વારા ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ની મુલાકાત લીધી હતી. જેનાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ ગાયક કલાકાર અને અભિનેતા વિક્રમ ઠાકોર (actor Vikram Thakor) નારાજ થયા હતા. તેમજ ઠાકોર સમાજની અવગણનાનો આરોપ લગાવ્યો હતો. તેમજ કેટલાય કલાકારો દ્વારા નિવેદન આપ્યા હતા. વિધાનસભા (Gujarat Assembly) માં આગામી સમયમાં તમામ કલાકારોને આમંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 27 માર્ચે તમામ કલાકારોને આમંત્રીત આપવામાં આવ્યું હતું.
વિધાનસભામાં કલાકારોના આમંત્રણ વિવાદમાં મોટા સમાચાર | Gujarat First
વિધાનસભામાં તમામ કલાકારોને કરાયા આમંત્રિત
આગામી 27 માર્ચે તમામ કલાકારોને આમંત્રણ
આમંત્રણ વિવાદ બાદ લેવાયો મોટો નિર્ણય
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના તમામ કલાકારોને આમંત્રણ
ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી,… pic.twitter.com/34QelYS8X6— Gujarat First (@GujaratFirst) March 25, 2025
27 માર્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં તમામ કલાકારોને આમંત્રણ અપાશે
આગામી તા. 27 માર્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં તમામ કલાકારોને આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી, પ્રોડ્યુસર તેમજ ફિલ્મ ઉપરાંત કલા, સંસ્કૃતિ, સંગીતકારોને પણ આમંત્રણ આપવામાં આવશે. અગાઉ કલાકારોને બોલાવાયા બાદ વિવાદ સર્જાયો હતો. ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોર (actor Vikram Thakor) નારાજ થયા હતા. તેમજ ઠાકોર સમાજની અવગણનાના આરોપ લગાવ્યો હતો.
નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરવામાં આવશે
આ બાબતે ભાજપનાં સાંસ્કૃતિક સેલનાં જનક ઠક્કરે જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ સાંસ્કૃતિક દિવસ ઉજવે છે. રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનું પૂજન થશે. એ કાર્યક્રમમાં ગુજરાતનાં દરેક જીલ્લામાંથી નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અને વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે કે કલાનું પૂજન છે. અને ભગવાન નટરાજનએ કલાની મૂર્તિ છે. ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Assam Rifles : ‘શૌર્ય યાત્રા’નું કચ્છના રણ ખાતે સફળતાપૂર્વક સમાપન
ક્યાં ક્યાં કલાકારોએ વિધાનસભાગૃહની મુલાકાત લીધી હતી
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં નિમંત્રણ પર ગુજરાતનાં કલાકારો ભીખુદાન ગઢવી, ગીતા રબારી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી સહિતનાં કલાકારોએ ગુજરાતન વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાત દરમ્યાન તેઓ વિધાનસભા ગૃહમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી. જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં ન આવતા આ બાબતે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
- કલાકારોને 'આમંત્રણ' વિવાદમાં વિક્રમ ઠાકોર નારાજ!
- વિધાનસભામાં આમંત્રણ ન મળતાં વિક્રમ ઠાકોર વિફર્યા
- ઠાકોર-ક્ષત્રિય કલાકારોને જ આમંત્રણ કેમ નહીંઃ વિક્રમ ઠાકોર #VikramThakor #EmotionalMoment #GujaratiCinema #TrueEmotions #HeartTouching #GujaratFirst pic.twitter.com/WJ5SO86Akq— Gujarat First (@GujaratFirst) March 13, 2025
આ પણ વાંચોઃPower lines in coastal area : સુરક્ષિત અને સતત પુરવઠા માટે સાગર કિનારે ભૂગર્ભ પાવર સપ્લાય
વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી
વિધાનસભા ગૃહમાં કલાકારોને નિમંત્રણ આપવા મામલે અભિનેતા વિક્રમ ઠાકોરે (actor Vikram Thakor) નારાજગી વ્યક્તી કરી હતી. અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજનાં કોઈ કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે ઠાકોર સમાજમાં પ અનેક સારા કલાકારો છે જેમને બાકાત રાખવામાં આવ્યા હતા. જે બાબતે વિક્રમ ઠાકોરે નવઘણજી ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ Jamnagar : GETCO માં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો, કંપનીના એક નિર્ણયથી નિરાશા