ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu-Kashmir માં સેનાની મોટી કાર્યવાહી, બાંદીપુરા અને કુપવાડામાં 1-1 આતંકી ઠાર

Jammu-Kashmir - કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બાંદીપોરા અને કુપવાડામાં એક-એક આતંકવાદી માર્યો ગયો અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા - પોલીસ અધિકારી જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકવાદ વિરુદ્ધની લડાઈ તેજ થઈ ગઈ છે. એક તરફ બાંદીપોરામાં મોટું ઓપરેશન ચાલી રહ્યું...
09:34 AM Nov 06, 2024 IST | Dhruv Parmar
  1. Jammu-Kashmir - કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર
  2. બાંદીપોરા અને કુપવાડામાં એક-એક આતંકવાદી માર્યો ગયો
  3. અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા - પોલીસ અધિકારી

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકવાદ વિરુદ્ધની લડાઈ તેજ થઈ ગઈ છે. એક તરફ બાંદીપોરામાં મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે અને ઓપરેશન ચાલુ છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી શેર કરવામાં આવી છે. કુપવાડામાં પણ આતંકીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં પણ અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે.

બાંદીપોરામાં એક આતંકવાદી માર્યો ગયો...

બાંદીપોરાના કટિસન જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાદળોના 2 જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ તે જ વિસ્તારમાં આર્મી કેમ્પને નિશાન બનાવ્યાના દિવસો બાદ આ એન્કાઉન્ટર થયું છે.

આ પણ વાંચો : Maharashtra : BJP ની મોટી કાર્યવાહી, 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા...

કુપવાડામાં આતંક સામે યુદ્ધ...

ઉત્તર કાશ્મીર (Jammu-Kashmir)ના લોલાબ જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. વિસ્તારમાં 2-3 આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ના એલજી મનોજ સિન્હાએ બારામુલ્લામાં જાહેરાત કરી હતી કે આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવશે. ભારતીય સેનાએ બાંદીપોરા ઓપરેશનમાં 1 આતંકીને ઠાર માર્યો હતો, જ્યારે લોલાબ કુપવાડા ઓપરેશનમાં 1 આતંકી માર્યો ગયો હતો. બંને કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો : 15 લાખનો વીમો, મહિલાઓને 2500 રૂપિયા, ઝારખંડમાં INDIA નો ચૂંટણી ઢંઢેરો જાહેર

જાણો પોલીસ અધિકારીએ શું કહ્યું...

આના એક દિવસ પહેલા મંગળવારે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાંદીપોરાના ચોંટપથરી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેણે કહ્યું હતું કે આતંકવાદીઓએ પહેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીએ કહ્યું હતું કે ફાયરિંગમાં એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક-એક જવાન ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

આ પણ વાંચો : Waqf Amendment Bill માં જગદંબિકા પાલનો પક્ષપાતી નિર્ણય?

Tags :
Anti-Terror OperationsBandiporabreaking newsEncounterGujarati NewsIndiaJammu-KashmirKupwaraNationalsecurity forcesterrorists
Next Article