Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kupwara : સૈનિકોની કામગીરીને 'સો સલામ', ગર્ભવતી મહિલા અને બાળકનો જીવ બચાવ્યો...

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા (Kupwara)માં સેનાના જવાનો (Armuy) એ દેવદૂત તરીકે કામ કરીને એક મહિલાનો જીવ બચાવ્યો. આ રીતે સૈન્યના જવાનોએ ફરી એકવાર ડ્યુટી દરમિયાન પોતાની સંવેદનશીલતા દર્શાવી હતી. કુપવાડા (Kupwara)માં ભારે હિમવર્ષા વચ્ચે વિલગામ આર્મી કેમ્પમાં ગર્ભવતી મહિલાને બચાવવા...
kupwara   સૈનિકોની કામગીરીને  સો સલામ   ગર્ભવતી મહિલા અને બાળકનો જીવ બચાવ્યો

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા (Kupwara)માં સેનાના જવાનો (Armuy) એ દેવદૂત તરીકે કામ કરીને એક મહિલાનો જીવ બચાવ્યો. આ રીતે સૈન્યના જવાનોએ ફરી એકવાર ડ્યુટી દરમિયાન પોતાની સંવેદનશીલતા દર્શાવી હતી. કુપવાડા (Kupwara)માં ભારે હિમવર્ષા વચ્ચે વિલગામ આર્મી કેમ્પમાં ગર્ભવતી મહિલાને બચાવવા માટે શરૂ કરવામાં આવેલ ઓપરેશન સફળ રહ્યું હતું. ગઈકાલે રાત્રે લગભગ 11.45 વાગ્યે વિલગામ આર્મી કેમ્પના SHO વિલગામ અને પીડિત મહિલા સફૂરા બેગમના પતિ મુશ્તાક અહેમદ તરફથી ઈમરજન્સી મેસેજ મળ્યો હતો. જેમાં એક મહિલાની હાલત નાજુક હોય તેને બચાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

સમયસર હોસ્પિટલ લઈ ગયા

કુપવાડા (Kupwara)માં ભારે હિમવર્ષા વચ્ચે સૈનિકો એક ગર્ભવતી મહિલાને સમયસર હોસ્પિટલ લઈ ગયા. સૈનિકોની મદદથી મહિલા સમયસર હોસ્પિટલ પહોંચી અને તેના બાળકનો જીવ બચી ગયો. હકીકતમાં, હિમવર્ષાના કારણે કુપવાડા (Kupwara)ના આંતરિક વિસ્તારોમાં મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. આવી સ્થિતિમાં, સેના મહિલાની મદદ માટે આગળ આવી અને તેણીને ખભા પર ઉઠાવીને તેની મદદ કરી. મળતી માહિતી મુજબ, ભારે હિમવર્ષાને કારણે કુપવાડા (Kupwara)ના આંતરિક વિસ્તારોમાં મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે શહેરમાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. દરમિયાન, મંજૂર અહેમદ ખાનની પત્નીને સવારે પ્રસૂતિનો દુખાવો શરૂ થયો. ગામમાં હાજર આશા વર્કરે તેને તાત્કાલિક સમયસર હોસ્પિટલ પહોંચવા જણાવ્યું હતું.

Advertisement

બે દિવસથી રસ્તો બંધ હતો

પોતાની સુરક્ષાને જોખમમાં મૂકીને સૈનિકોએ અડધી રાત્રે 2 થી 3 ફૂટ બરફમાં લગભગ 8 કિમી સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો. રસ્તા પર ભારે બરફ હોવા છતાં રેસ્ક્યુ ટીમ સમયસર હોસ્પિટલ પહોંચી જેના કારણે મહિલાને સમયસર સારવાર મળી.

પરિવારે સેનાનો આભાર માન્યો હતો

દરમિયાન, પીડિત પરિવારે ભારતીય સેના અને વિલાગવ પોલીસનો ત્વરિત પગલાં અને માતા અને બાળકના જીવ બચાવવા માટે સમયસર મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે તબીબોનો પણ આભાર માન્યો અને આશીર્વાદ આપ્યા.

Advertisement

આ પણ વાંચો : Lucknow : બંદૂકથી આતંક મચાવનાર 70 વર્ષનો લલ્લન ખાન પકડાયો, જમીન વિવાદમાં 3 હત્યાનો આરોપી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.