Army : વાયનાડ ભૂસ્ખલનમાં 1 હજાર લોકોને બચાવાયા, 146ના મોત
- કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી
- 146 લોકોના મોત
- સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યા
- હજુ પણ આ વિસ્તારમાં 18 થી 25 લોકો ફસાયેલા
Army : કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી મચી છે. વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ અકસ્માત બાદ કેરળ સરકારે પણ 2 દિવસનો શોક જાહેર કર્યો છે. બીજી તરફ ભારતીય સેના (Army ) NDRF સહિત વિવિધ વિભાગોએ વાયનાડમાં મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું છે. તમને જણાવી દઈએ કે સેનાએ લગભગ 1000 લોકોના જીવ બચાવ્યા છે.
સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યા
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેનાએ વાયનાડ જિલ્લામાં બચાવ અભિયાન દરમિયાન અસ્થાયી પુલની મદદથી લગભગ 1000 લોકોને બચાવવામાં સફળતા મેળવી છે. આ વિસ્તારમાં કાયમી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોવાઈ ગયા બાદ સેના દ્વારા એક પુલ બનાવવામાં આવ્યો હતો. રાજ્યની ટીમો પણ બચાવ કાર્યમાં સક્રિયપણે સામેલ છે અને નૌકાદળ અને વાયુસેના પણ સમાન રીતે યોગદાન આપી રહી છે.
146 લોકોના મોત થયા છે
નવીનતમ અપડેટ અનુસાર, કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં કુલ 146 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ આમાંથી 143 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. સત્તાવાર રીતે 98 લોકો ગુમ છે પરંતુ આ સંખ્યા વધુ હોઈ શકે છે.
સ્નિફર ડોગ નવી દિલ્હીથી આવશે
માહિતી આપતાં સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અંધકારને કારણે બચાવ કાર્ય રોકવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાંથી 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ આ વિસ્તારમાં 18 થી 25 લોકો ફસાયેલા છે. બચાવ કામગીરી માટે નવી દિલ્હીથી કેટલાક સ્નિફર ડોગ્સ પણ લાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો---Waynad Landslide : કેરળમાં ભૂસ્ખલનને કારણે મૃતદેહોના ઢગલા, અત્યાર સુધીમાં 90 થી વધુના મોત...