ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નિકાહ બાદ અંજુને મળી પાકિસ્તાનમાં પ્રોપર્ટી, જુઓ Video

સીમા અને સચીનના કિસ્સા બાદ અંજુ અને નસરુલ્લાહના પ્રેમની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ઈસ્લામ કબૂલ કરી લીધો છે. તેટલું જ નહીં તેણે નસરુલ્લાહ સાથે નિકાહ પણ કરી લીધા છે. નિકાહ બાદ અંજુ હવે ફાતિમા બની ગઇ...
09:21 PM Jul 29, 2023 IST | Hardik Shah

સીમા અને સચીનના કિસ્સા બાદ અંજુ અને નસરુલ્લાહના પ્રેમની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ઈસ્લામ કબૂલ કરી લીધો છે. તેટલું જ નહીં તેણે નસરુલ્લાહ સાથે નિકાહ પણ કરી લીધા છે. નિકાહ બાદ અંજુ હવે ફાતિમા બની ગઇ છે. અંજુને તેના નિકાહની ઘણી ભેટ પણ મળવા લાગી છે. મળતી માહિતી અનુસાર, અંજુને 40 લાખની કિંમતનો આલીશાન ફ્લેટ ભેટમાં મળ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના એક મોટા બિઝનેસમેને અંજુને 40 લાખ રૂપિયાનો આલીશાન ફ્લેટ ગિફ્ટ કર્યો છે.

અંજુને મળ્યો આલિશાન ફ્લેટ

સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી છે, જ્યારે અંજુ ભારતના વિઝા લઈને પાકિસ્તાન પહોંચી છે. મહત્વનું છે કે, ભારતમાંથી પાકિસ્તાનમાં પોતાના પ્રેમને મેળવવા માટે ગયેલી અંજુએ આખરે તેના પ્રેમને મેળવી લીધો છે. તેણે તેની સાથે નિકાહ કબૂલ કરી લીધા છે અને ઈસ્લામ પણ તેણે કબૂલ કર્યું છે. તેનો હવે ભારત પાછા આવવાનો કોઈ ઈરાદો નથી. તેને 40 લાખ રૂપિયાનો આલિશાન ફ્લેટ ભેટમાં મળ્યો હોવાનું કહેવાય છે. ગયા અઠવાડિયે અંજુએ તેના પરિવારને કહ્યું હતું કે તે જયપુર જઈ રહી છે, પરંતુ તે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના માલાકંદ ડિવિઝનના અપર ડીર જિલ્લાના રહેવાસી નસરુલ્લાહ સાથે રહેવા પાકિસ્તાન પહોંચી ગઈ હતી. જ્યારથી અંજુ પાકિસ્તાન ગઈ છે ત્યારથી તેના વિશે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરનો કિસ્સો અંજુને મળેલી મોંઘી ભેટનો છે.

અંજુને જલ્દી જ મળશે સરકારી નોકરી

મીડિયા રિપોર્ટ મુજબ નસરુલ્લાહ સાથે નિકાહ કર્યા બાદ અંજુ એટલે કે ફાતિમાને પાકિસ્તાનના જાણીતા બિઝનેસમેને 10માં માળ પર એક ફ્લેટ ગિફ્ટ કર્યો છે, જેની માર્કેટ વેલ્યુ 40 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનમાં જલ્દી જ ફાતિમાને સરકારી નોકરી પણ મળવાની છે. જોકે હાલમાં અંજુ પાકિસ્તાનમાં ખુશ હોય તેવુ લાગી રહ્યું છે. જેના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં નસરુલ્લાહની બેગમ બન્યા બાદ ફાતિમાનો એક વીડિયો સામે આવ્યો જેમા તે તેના પતિ અને તેના દોસ્તોની સાથે દાવત કરતી જોવા મળી રહી છે.

શું અંજુ ભારત પરત આવશે?

અંજુએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે ભારતમાં મારી વિરુદ્ધ વિવિધ વસ્તુઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં, હું ભારત પરત ફરવા પર મારી સુરક્ષાની ખાતરી કોણ આપશે? અંજુએ કહ્યું હતું કે જો તે ભારત પરત ફરશે તો ન તો તેના સંબંધીઓ તેને સ્વીકારશે અને ન તો તેના બાળકો તેને સ્વીકારશે. અંજુએ એવો પણ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. અંજુ આ દિવસોમાં નસરુલ્લાહ સાથે પાકિસ્તાનના પ્રવાસે છે.

અંજુ વારંવાર નિવેદન બદલી રહી છે

અગાઉ એક વીડિયો નિવેદનમાં નસરુલ્લાહ સાથે બેઠેલી અંજુએ દાવો કર્યો હતો કે, તેણી તેને ફેસબુક પર મળી હતી. અંજુ કહે છે, “અન્ય લોકો આવે છે અને જાય છે તેવી જ રીતે હું અહીં આવી છું. જ્યારે હું હમણાં જ મારા મિત્રને મળવા આવી છું ત્યારે લોકો તેને મુદ્દો બનાવે છે. કેટલાક લોકો કહેતા હોય છે કે અમે સગાઈ કરી રહ્યા છીએ અથવા લગ્ન કરી રહ્યા છીએ પણ એવું કંઈ નથી. હું હમણાં જ મુલાકાત લઈ રહી છું અને કાયદેસર રીતે અહીં આવી છું. મારે પાછા જવું છે અને હું બે-ત્રણ દિવસમાં પાછી જઈશ." જો કે આ દાવો કર્યા બાદ અંજુના લગ્નના સમાચાર આવ્યા હતા. ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં અંજુ લગ્ન બાદ સુતી જોવા મળે છે.

કોણ છે અંજુ ?

પાકિસ્તાનમાં આવેલી બે બાળકોની માતા અંજુએ કથિત રીતે ઈસ્લામ અંગીકાર કર્યો છે. તેણે તેના મિત્ર સાથે લગ્ન કર્યા અને હવે તેનું નવું નામ ફાતિમા છે. અંજુ (34) ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહ (29)ના ઘરે રહે છે. બંને 2019માં ફેસબુક પર મિત્રો બન્યા હતા. આ કપલે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યા હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પત્રકારો સાથે વાત કરતા અંજુના પિતા પ્રસાદ થોમસે જણાવ્યું હતું કે, મારા પુત્રએ માહિતી આપી હતી કે 'દીદી' પાકિસ્તાન ગઈ છે. તેના પાકિસ્તાન જવા વિશે મને કંઈ ખબર નથી. તેણે જણાવ્યું કે ત્રણ વર્ષની ઉંમરથી અંજુ તેના મામા (જાલૌન નિવાસી) સાથે રહેતી હતી. 20 વર્ષની ઉંમરે, અંજુના લગ્ન જાલૌનથી જ ભીવાડી (રાજસ્થાનના અલવર જિલ્લા) માં થયા હતા.

આ પણ વાંચો - બે બાળકોની માતા અંજુ બની પાકિસ્તાની યુવકની ફાતિમા..! Photoshoot Viral

આ પણ વાંચો - મહિલાને જોઇએ છે વર… જાહેરમાં લોકોને આપી આ ઓફર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AlwarAnjuanju pakistanGiftIndia-PakistanInternationalLove-MarriageMarriagePakistanPakistan Anju Gift Housepakistan newsRajasthanrajasthan news
Next Article