Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિપક્ષી એકતા પર અમિત શાહનો કટાક્ષ, પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું, વિપક્ષની એકતા શક્ય નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પટનામાં ચાલી રહેલી વિપક્ષી નેતાઓની બેઠક પર નિશાન સાધ્યું હતું. જમ્મુમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, પટનામાં એક ફોટો સેશન ચાલી રહ્યું છે. વિપક્ષના તમામ નેતા એક મંચ પર આવ્યા છે,...
વિપક્ષી એકતા પર અમિત શાહનો કટાક્ષ  પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું  વિપક્ષની એકતા શક્ય નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પટનામાં ચાલી રહેલી વિપક્ષી નેતાઓની બેઠક પર નિશાન સાધ્યું હતું. જમ્મુમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, પટનામાં એક ફોટો સેશન ચાલી રહ્યું છે. વિપક્ષના તમામ નેતા એક મંચ પર આવ્યા છે, પણ તેમની એકતા શક્ય નથી. 2024માં મોદી જ ફરીથી વડાપ્રધાન બનશે.

Advertisement

અમિત શાહે એમ પણ કહ્યું કે, તેઓ એક મંચ પર આવીને સંદેશ આપવા માંગે છે કે તેઓ 2024માં ભાજપને પડકારશે. પરંતુ તે તમામ એક સાથે આવી શકવાના નથી અને આવે તો પણ 2024માં ભાજપને હરાવી શકવાના નથી. પટનામાં ભેગા થયેલા વિપક્ષી દળો ક્યારેય સાથે નહીં આવી શકે. જો તેઓ કોઈક રીતે ભેગા થાય તો પણ તેમની હાર નિશ્ચિત છે. 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ 300થી વધુ બેઠકો જીતશે અને ભાજપ સતત ત્રીજીવાર સત્તા પર આવશે.

Advertisement

શ્યામા પ્રસાદ મુખર્જીના કારણે બંગાળ આજે ભારતની સાથે છે

શાહે કહ્યું, આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો શહીદ દિવસ છે. આખો દેશ જાણે છે કે તેમના કારણે જ બંગાળ આજે ભારતની સાથે છે. મુખર્જીના સત્યાગ્રહ આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે કલમ 370 વિરુદ્ધ સત્યાગ્રહ આંદોલન કરતી વખતે તેઓ 1953માં જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. અહીં તેમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી. આપણે બધા જાણીએ છીએ કે તેમની હત્યા કરવામાં આવી હતી, પરંતુ હવે કલમ-370 નાબૂદ થઈ ગઈ છે. તેમનું સ્વપ્ન સાકાર થયું છે. તેમના આત્માને શાંતિ મળે.

Advertisement

જેપી નડ્ડાએ પણ કર્યો કટાક્ષ

બીજી બાજુ, ઓડિશાના કાલાકાંડીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ વિપક્ષની બેઠક પર કટાક્ષ કરતા કહ્યું કે, જે થયું તે સારુ થયું. તેમણે કહ્યું કે જ્યારે હું નીતિશ કુમારને રાહુલ ગાંધીનું સ્વાગત કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે રાજકારણમાં શું નુ શુ થઈ રહ્યું છે. લાલુ યાદવને 22 મહિના અને નીતીશ કુમારને 20 મહિના માટે, રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધીએ જેલની સજા ફટકારી હતી. બંને નેતાઓ મહિનાઓ સુધી જેલના સળિયા પાછળ હતા. પરંતુ આજે તેઓ બધા એક હોવાનો દેખાડો કરી રહ્યાં છે. મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે.

પટનામાં રાજકીય રેલીઃ સ્મૃતિ ઈરાની

આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીનો આભાર માને છે કે તેણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તે પીએમ નરેન્દ્ર મોદીને હરાવી શકે તેમ નહીં. હકીકતમાં બિહારમાં ભાજપ વિરોધી પાર્ટીઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં દેશની રાષ્ટ્રીય અને પ્રાદેશીક એવી 15 પાર્ટીઓના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, એમકે સ્ટાલિન, હેમંત સોરેન, મહેબૂબા મુફ્તી, દીપાંકર ભટ્ટાચાર્ય, ડી રાજા, સીતારામ યેચુરી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા જેવા મોટા વિપક્ષી નેતાઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :

Tags :
Advertisement

.