ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામકંડોરણાથી અમિત શાહે કહ્યું- PM મોદીના અમુક કામને દેશની જનતા 1000 વર્ષ સુધી યાદ રાખશે

Amit Shah in Jamkandorana : લોકસભાની ચૂંટણી (Lok sabha Election) ને લઇને પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે. ચૂંટણી કુલ 7 તબક્કા (7th Phase) માં યોજાવાની છે, જેમાથી બે તબક્કા પૂર્ણ થઇ ગયા છે અને હવે આગામી ત્રીજા તબક્કા (3rd Phase)...
02:02 PM Apr 27, 2024 IST | Hardik Shah
Amit Shah in Jamkandorana

Amit Shah in Jamkandorana : લોકસભાની ચૂંટણી (Lok sabha Election) ને લઇને પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે. ચૂંટણી કુલ 7 તબક્કા (7th Phase) માં યોજાવાની છે, જેમાથી બે તબક્કા પૂર્ણ થઇ ગયા છે અને હવે આગામી ત્રીજા તબક્કા (3rd Phase) ની ચૂંટણી આવતા મહિને 7 મે 2024 ના રોજ થવાની છે. ત્યારે આ ત્રીજા તબક્કામાં જ ગુજરાતની 25 બેઠકો પર પણ ચૂંટણી થવાની છે. જ્યારે 1 બેઠક પર ભાજપના ઉમેદવાર (BJP Candidate) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જોકે, ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતની 26 માંથી 26 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ત્યારે આ વખતે પણ તમામ બેઠકો પર કમલ ખીલે તે માટે આજે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

અમિત શાહે જામકંડોરણાથી ભાજપને કેમ મતદાન કરવું તે અંગે જનતાને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હું તમને લોકોને જણાવવા માંગું છું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમુક કામ તો એવા કર્યા છે કે, જેને દેશની જનતા 1000 વર્ષ સુધી યાદ રાખશે. તેમણે જામકંડોરણાથી ગુજરાતની જનતાને સવાલ કર્યો કે શું કાશ્મીર આપણું છે કે નહીં? આગળ કહ્યું કે, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું માનવું છે કે રાજસ્થાન અને ગુજરાતના લોકોને કાશ્મીર સાથે શું લેવા દેવા. તેમણે આગળ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેને શું ખબર કે અમારા જામકંડોરણાના લોકો કાશ્મીર માટે જીવ આપવા પણ તૈયાર છે. જ્યારે 370 અમે હટાવવાના હતા ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ કલમ તમે કાઠશો નહીં, જો તમે તે કહ્યું તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, આજે તે વાતને 5 વર્ષ થયા લોહીની નદીઓ તો છોડો કોઇની પથ્થર ફેંકવાની હિંમત નથી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે.

પાકિસ્તાનને મોદી સરકારે સબક શીખવાડ્યો : અમિત શાહ

કેન્દ્રિય ગૃહમંત્રીએ કોગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ પહેલાની સરકાર હતી, જેમા મૌની બાબા (ડૉ.મનમોહન સિંહ) હતા તે સમયે પાકિસ્તાનથી કોઇ પણ આવી જતુ હતું અને બોમ્બ ધમાકા કરતા હતા. તમે 2014 માં મોદીને વડાપ્રધાન બનાવ્યા અને પાકિસ્તાને ભૂલ કરી અને ઉરી અને પુલવામામાં હુમલો કર્યો પરંતુ આ વખતે પાકિસ્તાન ભૂલી ગયું કે, આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી પણ ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડપ્રધાન છે. તેમણે આગળ કહ્યું કે, પાકિસ્તાનને ત્યારે ખબર પડી કે આ કોંગ્રેસની સરકાર નથી ભાજપની સરકાર છે. 10 જ દિવસમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક કરીને આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ કર્યું હતું.

ફરી તક આપો ભારત વિશ્વમાં બની જશે ત્રીજા નંબરનું અર્થતંત્ર : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, વર્ષ 2014 પહેલા દેશના અર્થતંત્રને કોંગ્રેસ પાર્ટી 11 માં ક્રમાંકે છોડીને ગઇ હતી, PM મોદીએ આ 10 વર્ષમાં દેશના અર્થતંત્રને 11 માં ક્રમાંકેથી 5 માં ક્રમાંકે પહોંચાડવાનું કામ કર્યું છે. અમિત શાહે આ દરમિયાન કહ્યું કે, પોરબંદરના નાગરિકો વડાપ્રધાન મોદીને ત્રીજી વખત તક આપો અને જુઓ આપણા દેશનું અર્થતંત્ર ત્રીજા નંબરનું બની જશે.

વિશેષ જાણકારી માટે જુઓ નીચે આપેલો Video

આ પણ વાંચો - VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસનું જાહેરનામું

આ પણ વાંચો - Amit Shah in Gujarat : આવતીકાલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ 4 જિલ્લાઓમાં યોજશે વિજય સંકલ્પ સભા

Tags :
2024 Lok Sabha ElectionsAmit ShahAmit Shah at JamkandoranaAmit Shah At RajkotElectionElection 2024JamkandoranaLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionNarendra Modipm modipm narendra modiRAJKOTRajkot News
Next Article