Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : અજિત દિલ્હી રવાના, એકનાથે મિટીંગો રદ કરી, રુપાણીને સોંપાઇ જવાબદારી

મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી મુખ્યમંત્રીના નામને લઈને હોબાળો એકનાથ શિંદેએ 2 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા અજિત પવાર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી જવા રવાના મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે ભાજપની તૈયારી ભાજપે મહારાષ્ટ્ર માટે...
maharashtra   અજિત દિલ્હી રવાના  એકનાથે મિટીંગો રદ કરી  રુપાણીને સોંપાઇ જવાબદારી
Advertisement
  • મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી મુખ્યમંત્રીના નામને લઈને હોબાળો
  • એકનાથ શિંદેએ 2 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા
  • અજિત પવાર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી જવા રવાના
  • મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે ભાજપની તૈયારી
  • ભાજપે મહારાષ્ટ્ર માટે બે નિરીક્ષકના નામ જાહેર કર્યા
  • ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને જવાબદારી
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ નિરીક્ષક
  • ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થશે બંને નિરીક્ષક

Maharashtra Cm : મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી મુખ્યમંત્રી ( Maharashtra Cm)ના નામને લઈને હોબાળો ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. મુંબઈ-દિલ્હી વચ્ચે સતત થઈ રહેલી બેઠકોને જોઈને મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ભાજપના જ હશે તે નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ કોણ? આ વાત હજુ સુધી બહાર આવી નથી.

એકનાથ શિંદેએ 2 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા

તે જ સમયે, એકનાથ શિંદે દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, તેમની તબિયત ઠીક નથી અને તેમને ગળામાં ચેપ લાગ્યો છે. બિમારીનું કારણ આપીને એકનાથ શિંદેએ 2 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે.

Advertisement

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે ભાજપે તૈયારી શરુ કરી

Advertisement

બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે ભાજપે તૈયારી શરુ કરી છે. ભાજપે મહારાષ્ટ્ર માટે બે નિરીક્ષકના નામ જાહેર કર્યા છે જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને જવાબદારી સોંપાઇ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ નિરીક્ષક તરીકે જાહેર કરાયા છે. બંને નિરીક્ષક
ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થશે

અજિત પવાર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી જવા રવાના

તો બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર સરકારની રચનાને લઈને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

સંજય શિરસાટનું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં ઉથલપાથલ વચ્ચે શિવસેના નેતા સંજય શિરસાટનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે મહાયુતિની સરકાર બનશે. તેમણે એમ પણ કહ્યું કે હું કોઈ અવરોધ નથી, અમારી (શિવસેના) કોઈ માંગણી નથી. આટલું સ્પષ્ટપણે કહ્યા પછી મને લાગે છે કે તેનના પર આરોપ લગાવવો યોગ્ય નથી. શિરસાટે વધુમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ નેતાઓ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. મહાયુતિમાં કોઈ મતભેદ નથી... મને લાગે છે કે વિભાગોને લઈને નેતાઓ - એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે બેઠક થશે અને તમામ મૂંઝવણો દૂર થઈ જશે.

આ પણ વાંચો----MaharashtraCM Suspense : એકનાથનું ચોંકાવનારું નિવેદન...

એકનાથ સાથીદારો સાથે મળીને કામ કરશે

દરમિયાન શિવસેનાના સાંસદ મિલિંદ દેવરાએ કહ્યું કે, સૌથી પહેલા હું મહારાષ્ટ્રની જનતાને કહેવા માંગુ છું કે મહાયુતિને નિર્ણાયક જનાદેશ આપવા બદલ હું તેમનો આભાર માનું છું અને તેમને ખાતરી આપું છું કે આગામી થોડા દિવસોમાં સરકાર બનશે. બધા સાથીઓ વચ્ચે થોડીક સંવાદિતા છે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ સહયોગીઓ એક મજબૂત સરકાર, સ્થિર સરકાર બનાવવા અને મુંબઈ અને મહારાષ્ટ્ર આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરશે. (એકનાથ) શિંદે સાહેબ, મેં જે જોયું તેના પરથી તેઓ ગઠબંધન ધર્મમાં માને છે. તેઓ ગઠબંધન ધર્મ જાળવી રાખશે અને અમારા તમામ સહયોગીઓ સાથે મળીને કામ કરશે. અમારો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના લોકોને ન્યાય આપવાનો છે અને ખુરશી માટે રાજનીતિ કરવાનો નથી.

હું રાજ્યમાં મંત્રીપદની રેસમાં નથી- શ્રીકાંત શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન પદ માટે તેમની ઉમેદવારી અંગેની અટકળો વચ્ચે, એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ સોમવારે જણાવ્યું હતું કે તેમને "સત્તાના કોઈપણ પદની ઈચ્છા નથી", તેમણે કહ્યું કે તેઓ રાજ્યમાં કોઈપણ મંત્રી પદની રેસમાં નથી.

મારા નાયબ મુખ્યમંત્રી બનવાના સમાચાર અફવા છે.

શ્રીકાંત શિંદેએ જણાવ્યું કે, કાર્યકારી મુખ્યમંત્રી માનનીય એકનાથ શિંદે બે દિવસ માટે ગામમાં ગયા અને તબિયત ખરાબ હોવાને કારણે આરામ કર્યો. જેથી અફવાઓ ફેલાઈ હતી. છેલ્લા બે દિવસથી આ સમાચાર પ્રશ્નાર્થ ચિન્હ સાથે આપવામાં આવી રહ્યા છે કે હું નાયબ મુખ્યમંત્રી બનીશ. વાસ્તવમાં આમાં કોઈ સત્ય નથી અને મારા નાયબ મુખ્યમંત્રી બનવાના તમામ સમાચારો પાયાવિહોણા છે.

એકનાથ શિંદે મુંબઈ જવાને બદલે થાણેમાં રોકાયા

તમને જણાવી દઈએ કે સીએમ શિંદેની સાથે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર કે જેઓ તેમની આગેવાની હેઠળની પાછલી સરકારમાં ડેપ્યુટી સીએમ હતા, તેમને બીજેપી નેતૃત્વ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. એકનાથ શિંદે, ફડણવીસ અને અજિત પવાર દિલ્હી પહોંચ્યા અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. અમિત શાહના નિવાસસ્થાને ત્રણ કલાક ચાલેલી બેઠક બાદ ત્રણેય નેતાઓ તે જ રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈમાં મહાયુતિના નેતાઓની બેઠક યોજાવાની હતી પરંતુ એકનાથ શિંદે સતારા જિલ્લામાં તેમના વતન ગામ ગયા અને ત્યાં બે દિવસ રોકાયા. જેના કારણે મહાયુતિના નેતાઓની બેઠક વિલંબમાં પડી રહી છે. જો કે એકનાથ શિંદે 1લી ડિસેમ્બરની સાંજે સાતારા પરત ફર્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન વર્ષા ગયા ન હતા. વર્ષા જવાને બદલે એકનાથ શિંદે થાણે રોકાયા છે.

આ પણ વાંચો----Maharashtra ના CM ને લઈને આવ્યું નવું અપડેટ!, મહત્વની બેઠક યોજાશે...

Tags :
Advertisement

.

×