Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાવાઝોડું અકલ્પનિય છે, તેને હળવાશમાં ના લો..: અંબાલાલ પટેલ

અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન બિપોરજોય 15 જૂને ગુજરાતના કચ્છમાં ત્રાટકશે, પરંતુ તે પહેલા જ સમુદ્રમાં ઉથલપાથલ મચી ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 8 જિલ્લામાં હાઈ એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા...
વાવાઝોડું અકલ્પનિય છે  તેને હળવાશમાં ના લો    અંબાલાલ પટેલ
અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન બિપોરજોય 15 જૂને ગુજરાતના કચ્છમાં ત્રાટકશે, પરંતુ તે પહેલા જ સમુદ્રમાં ઉથલપાથલ મચી ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 8 જિલ્લામાં હાઈ એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાનની મહત્તમ અસર આજે જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાતના દ્વારકા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો. આ વાવાઝોડાની વિનાશક્તાને આંકવી મુશ્કેલ છે.
વાવાઝોડાની વિનાશકતાને આંકવી મુશ્કેલ
અંબાલાલ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે  વાવાઝોડાની વિનાશકતાને આંકવી મુશ્કેલ છે. હવામાન વિભાગનું એલર્ટ યોગ્ય છે. તેને ગંભીરતાથી લો. તેમણે એમ પણ કહ્યું કે સરકારના પ્રયાસ સ્તુત્ય છે અને તેથી જનતાએ સહકાર આપવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે  પશ્ચિમ કાંઠા અને કચ્છમાં તો અસર થશે પણ હવે તો ગુજરાતના આખા કોસ્ટલ એરિયાને અસર રહેશે.  680 કિમીના ઘેરાવામાં વાવાઝોડું હશે. આ વાવાઝોડું અકલ્પનીય છે .
વાવાઝોડાના 1 હજાર માઇલના વિસ્તારમાં તેની અસર થશે
તેમણે એમ પણ કહ્યું કે સુર્ય મિથુન રાશીમાં આવશે એટલે કાળો કેર વરતાવશે. ઉત્તર મધ્ય ગુજરાતમાં તો આંધી વંટોળ 14થી 16 તારીખ સુધી જોવા મળશે.  સમગ્ર ગુજરાતમાં ધ્યાન રાખવું પડશે. વાવાઝોડાના 1 હજાર માઇલના વિસ્તારમાં તેની અસર થશે.
વાવાઝોડું તીવ્રતાથી આગળ વધી રહ્યું છે
અંબાલાલ પટેલે કહ્યું કે  વાવાઝોડું તીવ્રતાથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના લેયર જ્યારે ફરતા હોય ત્યારે ક્યારેક એવું લાગે કે નબળું પડે છે. પણ તે ભુલભરેલું છે. વાવાઝોડું 150 કિમીની ઝડપે ત્રાટકશે. તેમણે કહ્યું કે  મારું વારંવાર કહેવાનું થાય છે કે આઇએમડીએ યોગ્ય ગાઇડલાઇન આપી છે. તે મુજબ સાવધ રહેવું જોઇએ. કોસ્ટલ એરિયાની સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં કચ્છમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વધુ અસર થશે અને ક્યાંક તો પૂર આવે તેવી સ્થિતી થશે. વાવઝોડાને હળવાશમાં ના લો...
ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ વધુ રહેશે
અંબાલાલ પટેલે વરતારો કરતાં કહ્યું કે  ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ વધુ રહેશે. કોસ્ટલ એરિયાની સાથે જમીન એરિયાનું પણ વધુ ધ્યાન રાખવું પડશે. ઉત્તર પશ્ચિમી ભાગમાં ગંભીર અસર રહેશે. અમારે આગાહી ડરતા ડરતા કરવી પડે છે કારણ કે અફવા ફેલાવાનો મોટો વર્ગ છે અને અગાઉના વાવાઝોડા કરતા અલગ છે.  ગુજરાત રાજસ્થાન અને પાકિસ્તાનમાં વધુ અસર છે અને  ઉત્તર ગુજરાતમાં તો 14થી 18 તારીખ સુધી સતર્ક રહેવું પડશે. બે ચોમાસા ભેગા થઇ જશે. આ પરંપરાગત અમારો અભ્યાસ છે અને હવામાન વિભાગના અનુમાનને યોગ્ય ગણશો. સુર્ય મિથુન રાશિમાં આવશે એટલે વાવાઝોડાની અસર વધુ રહેશે.

Advertisement

Tags :
Advertisement

.