Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji : આજે અંબાજીની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર!

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) તીર્થધામ અંબાજીની (Ambaji) મુલાકાત છે. સાંજે સીએમ સાથે અનેક મંત્રી અને ધારાસભ્યો અંબીજા આવશે અને ગબ્બર પરિક્રમા સાથે અંબાજી મંદિરમાં દર્શન કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈ અંબાજી ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી...
01:00 PM Feb 15, 2024 IST | Vipul Sen

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) તીર્થધામ અંબાજીની (Ambaji) મુલાકાત છે. સાંજે સીએમ સાથે અનેક મંત્રી અને ધારાસભ્યો અંબીજા આવશે અને ગબ્બર પરિક્રમા સાથે અંબાજી મંદિરમાં દર્શન કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈ અંબાજી ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 51 શક્તિપીઠના તમામ મંદીરોમાં સીએમ સહિત ધારાસભ્ય દર્શન કરશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પણ હાજરી આપશે.

ગબ્બર પરિક્રમા મહોત્સવનો (Gabbar Parikrama Festival) આજે ચોથો દિવસ છે. ત્યારે આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત અનેક મંત્રીઓ અને ધારાસભ્યો મા અંબાના દર્શન કરવા માટે તીર્થધામ અંબાજી પહોંચવાના છે. અહીં સીએમ સહિત નેતાઓ ગબ્બર પરિક્રમા સાથે અંબાજી મંદિરમાં દર્શન કરશે. સાથે 51 શક્તિપીઠના તમામ મંદિરોમાં પણ દર્શન કરશે. માહિતી મુજબ, સીએમ ભૂપેન્દ્ર પટેલ ગબ્બર ખાતે આરતીમાં સામેલ થશે. હાલ અંબાજીમાં (Ambaji) ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને માઈભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પરિક્રમાના 3 દિવસ દરમિયાન અંદાજે 7 લાખ માઈભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે.

અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા

અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માના જણાવ્યા મુજબ, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ વિધાનસભાના તમામ સભ્યો મા અંબાના દર્શન કરવા માટે આજે તીર્થધામ પધારી રહ્યા છે. તેઓ દ્વારા 51 શક્તિપીઠની પરિક્રમા કરવામાં આવવાની છે. દરેક મંદિરમાં ધારાસભ્યો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગબ્બર ખાતે અખંડ જ્યોત છે ત્યાં મહાઆરતી કરશે. ત્યાર બાદ સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત વિધાનસભાના તમામ સભ્યો હાજરી આપશે. ત્યાર બાદ અંબાજી મંદિરના દર્શન કરશે. આ માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

 

આ પણ વાંચો - Devendra Desai : ખાદી જગતના દિગ્ગજ દેવેન્દ્રભાઈ દેસાઈનું 89 વર્ષની વયે નિધન

Tags :
Ambaji TempleBanaskanthaChief Minister Bhupendra PatelGabbar Parikrama FestivalGujarat FirstGujarati NewsMaa Amba TempleMLAShaktipeethsSiddhi Verma
Next Article