દારૂબંધી છે કે નહી? ગૃહ વિભાગે દારૂબંધીના નિયમો હળવા કર્યા!
- સોલિડ કેસ બનાવવા માટેના નિયમો હળવા કરાયા
- ગૃહ વિભાગના પરિપત્ર બાદ વિવાદ થાય તેવી શક્યતા
- લાખો રૂપિયાનો દારૂ પકડાય તો જ સોલિડ કેસ ગણવામાં આવશે
ગાંધીનગર : ગૃહવિભાગ દ્વારા દારૂબંધી અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દારૂબંધી મામલે કાર્યવાહીમાં કેટલીક છુટછાટ આપવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. નવા પરિપત્ર અનુસાર દારૂના જથ્થાની લિમિટ વધારી દેવાઇ છે. 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતનો દેશી દારૂનો જથ્થો ઝડપાશે તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવશે. વિદેશી દારૂના કિસ્સામાં 2.50 લાખ રૂપિયાનો જથ્થો પકડાય તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવશે.
આ પણ વાંચો : કચ્છમાં અપૂરતી આરોગ્ય સેવા વચ્ચે ભેદી તાવનો કહેર વકર્યો
ક્વોલિટી કેસ થાય તો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂનો ક્વોલિટી કેસ થાય તેવા કિસ્સામાં જ સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે. અગાઉ 15 હજાર રૂપિયાનો દારુ પકડાય તેવા કિસ્સામાં પણ તે ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. જ્યારે વિદેશી દારૂની બાબતમાં 25 હજાર રૂપિયાનો જથ્થો પકડાય તો ક્વોલિટી કેસ બનતો હતો. જો કે હવે ક્વોલિટી કેસ માટેની રકમ 3 ગણી જેટલી વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો : VADODARA : ડેસર દારૂ કાંડમાં ભાજપ યુવા મોરચાનો મંત્રી સામેલ, પાર્ટીએ કરી આકરી કાર્યવાહી
પરિપત્રમાં શું ઉલ્લેખ ?
પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર નશાબંધીના કાયદાને વરેલી છે અને તે માટે નશાબંધી અધિનિયમ,1949 નો રાજ્યમાં વ્યવસ્થિત અને કડક રીતે અમલ થાય તે ખુબ જ જરૂરી છે. આ બદીને નાબુદ કરવા માટે સુપરવાઇઝરી અધિકારીઓ સહિતના સ્થાનિક પોલીસ વિભાગમાં અધિકારીઓની ઉદાસીનતા, નિષ્ક્રિયતા કે બિન કાર્યદક્ષતા દાખવે તેવી સંબંધીત અધિકારી-કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય પગલા લેવા તથા ખાનગી અહેવાલમાં વિરુદ્ધ નોંધ લેવા માટેની સંકલિત સુચનાઓ છે. ગણનાપાત્ર કેસ માટે દેશી દારુ, વિદેશી દારુ અને નશીલા પદાર્થોની નવી કિંમતની મર્યાદા નિયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : અરણીવાડામાં ભૂ માફિયાઓને ગ્રામજનોએ પકડી ખનીજ વિભાગને સોંપ્યા
SMC સહિતની એજન્સીઓ નખ વિનાના વાઘ થઇ જશે
1. ગણનાપાત્ર કેસો માટે દેશી દારૂની કિંમત રૂપિયા 1 લાખ જેમાં ઝડપાયેલા દેશી દારૂની કિંમત પ્રતિ લિટર રૂ.200 અને વોશની કિંમત પ્રતિ લી. 25 રૂપિયા ધ્યાને લેવી.
2. ગણનાપાત્ર કેસો માટે વિદેશી દારૂની કિંમત 2.50 લાખ રૂપિયા કે જેમાં ફક્ત ઝડપાયેલા વિદેશી દારૂની કિંમત જ ધ્યાને લેવી. નશીલા પદાર્થના કેસ માટે 2.50 લાખ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ ધ્યાને લેવો.