Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સાબરમતી જેલના સ્ટાફને મળી ભેટ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ ક્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા જેલના અધિકારી, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઇએ કે, અહીં 172 જેટલા...
ahmedabad   સાબરમતી જેલના સ્ટાફને મળી ભેટ  ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ ક્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા જેલના અધિકારી, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઇએ કે, અહીં 172 જેટલા આવાસોનું મધ્યસ્થ જેલ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું.

Advertisement

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જેલ સ્ટાફના આવાસોનું કર્યું લોકાર્પણ

સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, આજે સાબરમતી જેલના સ્ટાફ પરિવારજનો માટે 172 નવા મકાનોનું લોકાર્પણ કરાયું છે, જે આજ પછી તમારા સૌના ઘર બનવાના છે. તેમણે આ દરમિયાન તમામને અભિનંદન આપ્યા હતા અને વધુમાં કહ્યું કે, ખાલી પડી રહેલી ઈમારતને મકાન કહેવાય છે અને તે મકાનને તમે સૌ કોઇ પૂજા-અર્ચના કર્યા બાદ ઘર બનાવો છો. આજે આ 172 મકાનો અહીં સૌ લોકો સરકારી વિવિધ વ્યવસ્થાઓનો ભાગ હશે જે લોકોને આ અલગ-અલગ મકાનો ફાળવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ મકાનોને સરકારી મકાન માનવાની જગ્યાએ પોતાના સપનાનું ઘર માનીને તમે સૌ ગૃહ પ્રવેશ કરશો તેવો મારો વિશ્વાસ છે. કારણ કે જ્યારે તમે સરકારી આવાસને મકાન માનીને ઘરમાં રહેવા જતા હોવ છો તો પછી તે મકાનની દેખરેખ પણ તમે સરકારી મકાન તરીકે જ કરતા હોવ છો.

Advertisement

હર્ષભાઈએ જેલ વિભાગના કર્યા વખાણ

Advertisement

હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, જેમ પોતાના ગામમાં પોતાના ઘર આંગણે આપણે કોઇ દિવસ કચરો ફેંકતા નથી એજ પ્રમાણે આ આવાસ પણ આપણે હંમેશા સ્વચ્છ અને અહીં રહેનારા લોકો સ્વસ્થ રહે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે સૌએ કરવી જોઇએ. જેમ પોતાના ગામમાં પોતાના ઘર આંગણે આપણે કોઇ દિવસ કચરો ફેંકતા નથી એજ પ્રમાણે આ આવાસ પણ આપણે હંમેશા સ્વચ્છ અને અહીં રહેનારા લોકો સ્વસ્થ રહે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે સૌએ કરવી જોઇએ. તેમણે આગળ કહ્યું કે, આ નવા મકાનો તમારા માટે નવી ખુશીઓ જરૂર લાવશે. બીજી ઘણી ખુશીઓ ઝડપથી તમને સોને મળવાની છે.

હર્ષભાઈએ જેલ વિભાગના વખાણ કર્યા

આ સાથે તેમણે જેલ વિભાગના વખાણ કરતા કહ્યું કે, આઝાદીના સમયે એવું કહેવામાં આવતું હતું કે, અંગ્રેજોના જમાનાની જેલ એ કેદીઓને માત્રને માત્ર ત્રાસ આપવા માટે બનાવવામાં આવતી હતી. જેમ જેમ સમય બદલાય છે અનેક વિષયોમાં પરિવર્તન આવે છે તેમ ગુજરાતમાં પણ જેલ વિભાગને અભિનંદન આપવા જ પડે. ગુજરાતની જેલોમાં કેદીઓ સાથે અમાનવીય વ્યવહાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સારી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેલોમાં લાઈબ્રેરી ઉભી કરાઈ છે, જમવાનું સારું મળે તે માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. હર્ષભાઈએ કહ્યું કે, અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ દ્વારા ઘણા વર્ષોથી ભજીયા બનાવવામાં આવે છે, તેવી જ રીતે સુરતના કેદીઓ દ્વારા હજારોની સંખ્યામાં હીરા ઘસવામાં આવે છે, આવી પ્રકારની ખાસ વ્યવસ્થા આપણી જેલોમાં ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Junagadh News : જૂનાગઢની જનતાએ SP ને આપ્યું એવું સન્માન કે તમે ક્યાંય નહીં જોયું હોય, Video

આ પણ વાંચો - Ahmedabad : Rajasthan Hospital માં આગની ઘટના બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.