Ahmedabad: રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, ઠાકરશી રબારી મુદ્દે ગેનીબેનનું નિવેદન
- રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે સાંસદ ગેનીબેનનું નિવેદન
- આજે બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ હતુ
- વરિષ્ઠ નેતાને એક જિલ્લાની જવાબદારી સોંપાઈ
- સભ્યોની કમિટીમાં મહિલાઓનો સમાવેશ કરાશે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, આજે બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નેતાએ એક જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. સભ્યોની કમિટીમાં મહિલાઓને સમાવેશ કરાશે. તેમજ કોંગ્રેસની સરકાર આવે તો સારા કામ કરનારને તક મળવી જોઈએ.

ન્યાય અપાવવાના પ્રયાસ કરીશુંઃ ગેનીબેન ઠાકોર (સાંસદ)
ઠાકરશી રબારી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે કાવતરાની આશંક જણાઈ રહી છે. તેમજ ભૂતકાળમાં કાવતરૂ કરવામા આવ્યું હતુ. તેમજ પાસા સુધી ખોટા કેસો કરવા સુધીની વાત સમગ્ર મીડિયાને ખબર છે. તેમજ હાલ તપાસ ચાલુ છે. તપાસ થાય ત્યારે હકીકતની જાણ થશે. ન્યાય અપાવવાનાં પ્રયાસ કરીશું.
આ પણ વાંચોઃ Vadodra: સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે મોટો ખુલાસો, વાઘોડિયાના યુવકે આપી હતી ધમકી
કામ નહી કરે તો તે સાઈડલાઈન થશેઃ જગદીશ ઠાકોર (કોંગ્રેસ નેતા)
આ બાબતે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગમે તેટલા મોટા નેતા હોય તે રાષ્ટ્રીય કક્ષાના હોય કે સ્ટેટ લેવલનાં હોય. તેમને કામ આપવા માટેની એક વ્યવસ્થા ઉભી થશે. તેમજ તેને જવાબદારી સોંપવામાં આવશે. અને તે જવાબદારી એ નેતા કે મોટા આગેવાન કરે છે કે નહી તે પણ જોવામાં આવશે. જો તે કામ નહી કરે તો તેને સાઈડ લાઈન થશે.
આ પણ વાંચોઃ Surat અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈ શ્રદ્ધાળુઓને ભારે હાલાકી, બેંક બહાર નોંધાવ્યો વિરોધ