ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad ને 146 કરોડના ખર્ચે નવી પોલીસ કમિશનર કચેરીની મળી ભેટ

ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે Ahmedabad Police Commissioner Office : નવરાત્રિના પહેલા દિવસે અમદાવાદ શહેરને નવી પોલીસ કમિશનર કચેરીની ભેટ...
09:47 PM Oct 02, 2024 IST | Aviraj Bagda
ahmedabad police commissioner office

Ahmedabad Police Commissioner Office : નવરાત્રિના પહેલા દિવસે અમદાવાદ શહેરને નવી પોલીસ કમિશનર કચેરીની ભેટ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર નજીક તૈયાર થયેલ Police Commissioner Office ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 146 કરોડના ખર્ચે 18,068.45 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલું સાત માળનું નવનિર્મિત Police Commissioner Office અનેક અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ છે.

ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ

નવી Police Commissioner Office માં અદ્યતન ટેક્નોલોજીથી સુસજજ પોલીસ કંટ્રોલ રૂમ છે, જેને એડવાન્સ કોમ્યુનિકેશન નેટવર્ક સાથે એકીકૃત કરવામાં આવ્યો છે. જેમાં રિયલ ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે. આ કચેરીમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો સમરાઇઝેશન વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વન સિટી એપ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કચેરીને વીડિયો વૉલ, વીડિયો વૉલ કટ્રોલર, ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લીકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: માતાના મઢે જતા યાત્રાળુઓને કાળ ભરખી ગયો, 3 લોકોના મોત

કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું

આ ભવનમાં વાઈફાઈ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. નવી કચેરીમાં એક મલ્ટિપર્પઝ હોલ અને 3 કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેની સાથે ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. બીજી તરફ 100 કિલોવોટ ક્ષમતાની રૂટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે. કચેરીના ભવનના બીજા માળ પર જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કચેરીમાં જ જિમ્નેશિયમની સુવિધા ઉપલબ્ધ થવાથી Police Officers ઓને પોતાની ફિટનેસ જાળવી રાખવામાં મદદ મળશે. .

શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે

નવી Police Commissioner Office ના તમામ માળ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે એક નવી પહેલ તરીકે આ પોલીસ કમિશ્નરની કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ મહિલાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ સમાજ અને રાજ્યની સુરક્ષા માટે પોતાની અંગત જિંદગી અને પરિવારની પરવા ન કરી તત્પરતા અને નિષ્ઠાથી કામ કરનારસ પોલીસ કર્મચારીઓના ત્યાગ અને બલિદાનની સ્મૃતિમાં શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Surat Crime Branch એ મોબાઈલ શોપમાં લૂંટ માચાવતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો

Tags :
AhmedabadAhmedabad Police Commissioner Officecosting 146 croresGujarat FirstGujarat NewsGujarat Trending NewsPolice Commission Office in Ahmedabad. Starting from NavratriPolice Commissioner OfficeShahid SmarakViral Newsviral video
Next Article