ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : મોંધીદાટ હોટેલનાં સૂપમાં મચ્છર, મધ્યાહન ભોજનની દાળમાં જીવાત, પિત્ઝામાં માખી, ક્યારે અટકશે બેદરકારીનો ખેલ?

બોડકદેવની પ્રાઇડ હોટલમાં ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળ્યું (Ahmedabad) મહેસાણામાં મધ્યાન ભોજનની તુવેરદાળમાં જીવાત સાબરકાંઠાના હિંમતનગરમાં પિત્ઝામાંથી માખી નીકળી રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારીએ હદ વટાવી દીધી છે. એક બાદ એક ખાદ્યપદાર્થોમાં જીવજંતુઓ મળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. હવે...
06:18 PM Aug 21, 2024 IST | Vipul Sen
  1. બોડકદેવની પ્રાઇડ હોટલમાં ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળ્યું (Ahmedabad)
  2. મહેસાણામાં મધ્યાન ભોજનની તુવેરદાળમાં જીવાત
  3. સાબરકાંઠાના હિંમતનગરમાં પિત્ઝામાંથી માખી નીકળી

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારીએ હદ વટાવી દીધી છે. એક બાદ એક ખાદ્યપદાર્થોમાં જીવજંતુઓ મળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. હવે અમદાવાદમાં (Ahmedabad) મોંઘીદાટ હોટેલમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો છે. બિઝનેસ મીટિંગ દરમિયાન પીરસાયેલા ભોજનમાંથી જીવડા નીકળ્યા હોવાનો આરોપ થયો છે. આ મામલે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ જ્યારે હોટેલમાં પહોંચી તો હોટેલ સંચાલકે કેમેરા ખેંચવાનો પ્રયાસ કરી દાદાગીરી કરી હતી. બીજી તરફ મહેસાણા (Mehsana) અને વ્યારામાં મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાઇડ હોટેલમાં ટોમેટો સૂપમાંથી જીવતું મચ્છર નીકળ્યાનો આરોપ

પ્રાપ્ત અહેવાલ મુજબ, અમદાવાદનાં (Ahmedabad) બોડકદેવ વિસ્તારમાં આવેલી મોંઘીદાટ પ્રાઇડ હોટેલમાં (Pride Hotel) ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતા હોવાનો અને ઘોર બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રાઇડ હોટેલમાં એક કંપની દ્વારા બિઝનેસ મીટિંગનું (Business Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, ટોમેટો સૂપમાંથી જીવતું મચ્છર નીકળતા કંપનીનાં કર્મચારીઓએ વીડિયો (Video) ઉતારીને હોટેલ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. આ સાથે કર્મચારીઓએ આસપાસનાં ખાદ્ય પદાર્થ ચેક કરતા ચા-કોફીમાં ઉપયોગમાં લેવાતી સુગર બોક્સમાં પણ જીવડા નીકળ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો - Gujarat Assembly : ગૃહમાં ઉઠ્યો પાક વળતરનો મુદ્દો, સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્રયાસ, અર્જુન મોઢવાડિયાનું નિવેદન

ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે હોટેલ સંચાલકની દાદાગીરી

આ મામલો સામે આવતા AMC ની ટીમ હોટેલ પહોંચી હતી અને રસોડાની તપાસ કરી હતી. તે સમયે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ ત્યાં પહોંચી હતી. જો કે, મીડિયાને જોઇ હોટેલ સંચાલકે અભદ્ર વ્યવહાર કર્યો હતો અને કેમેરો ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. હોટેલનાં રસોડામાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો અને 2 પેકેટ એક્સપાયરી ડેટનાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો - VADODARA : ગ્રાહક બની આવેલા ગઠિયાનો જ્વેલરી શોપમાં લાખોનો હાથફેરો

મહેસાણા, વ્યારા અને સાબરકાંઠામાં પણ ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળી

બીજી તરફ મહેસાણામાં (Mehsana) ગોઝારિયાની સસ્તા અનાજની દુકાનનાં ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે. મધ્યાહન ભોજનની તુવેરદાળમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. મધ્યાહન ભોજનમાં અપાતી દાળમાં જીવાતનાં પગલે તુવેરની દાળનો પાવડર થઇ ગયો હતો. જ્યારે અન્ય એક કેસ વ્યારામાં (Vyara) પણ સસ્તા અનાજની દુકાનમાં ચણામાંથી જીવાત મળી આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પુરવઠા વિભાગનાં હસ્તકની આ દુકાનમાંથી જીવાત મળી આવતા સરપંચ અને ઉપ-સરપંચે દુકાનમાં વિતરણ બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત, સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરમાં પણ પિત્ઝામાંથી માખી નીકળી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગ્રાહકે માર્ટીનોઝમાંથી પિત્ઝા (Martino's Pizza) મંગાવ્યા હતા, પરંતુ પીત્ઝામાંથી માખી નીકળતા ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ખાદ્યપદાર્થમાંથી જીવાત મળી હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે હવે આ સિલસિલો ક્યારે અટકશે તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચો - MBBS માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું GYM માં હાર્ટ એટેકથી મોત!

Tags :
AhmedabadAMCBodakdevBusiness MeetingDepartment of HealthGujarat FirstGujarati NewsHimmatnagarinsects in foodMartino's PizzaMehsanamid day mealMosquito in FoodPride HotelSabarkanthaviral videoVyara
Next Article