Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માણસોને હલાલ કરતી કસાઈવાળી હતી Khyati Hospital, વાંચો અહેવાલ

Ahmedabad Khyati Hospital : 6 મહિનાની અંદર સરકારના આશરે રૂ. 3.66 કરોડ પડાવ્યા
માણસોને હલાલ કરતી કસાઈવાળી હતી khyati hospital  વાંચો અહેવાલ
Advertisement
  • 6 મહિનાની અંદર સરકારના આશરે રૂ. 3.66 કરોડ પડાવ્યા
  • પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી
  • હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ

Ahmedabad Khyati Hospital : Khyati Hospital (Khyati Hospital) વિવાદમાં એક બાદ એક મસમોટા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. દરમિયાન વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. તેના પરથી લાગી રહ્યું છે કે, Khyati Hospital એ SOP નું પાલન કર્યું હોય તેવું લાગતું નથી. અન્ય જિલ્લામાં મેડિકલ કેમ્પ (Free Medical Camp) યોજવા માટે ખાસ SOP હોય છે. કારણ કે... Khyati Hospitalે છેલ્લા છ જ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર, ઓપરેશન કરીને સરકાર પાસેથી PMJAY યોજનાના 3.66 કરોડ રૂપિયા ગપચાવી લીધા છે.

6 મહિનાની અંદર સરકારના આશરે રૂ. 3.66 કરોડ પડાવ્યા

તો Khyati Hospital માં છેલ્લા 6 જ મહિનામાં 380 એન્જિ્યોગ્રાફી કરાવ્યાની માહિતી સામે આવી છે. તે ઉપરાંત 220 એન્જિ્યોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કર્યાની વિગતો જોવા મળી છે. આ કાળા કારનામાંના માધ્યમથી PMJAY યોજનામાંથી નાણાં ખંખેરવાનું ષડયંત્ર તૈયાર ચાલી રહ્યું હતું. તો Khyati Hospital એ આ 6 મહિનાની અંદર સરકારના આશરે રૂ. 3.66 કરોડ પડાવ્યા છે. તો માત્ર 605 કાર્ડિયોલોજીના કેસમાં રૂ. 2.77 કરોડ પડાવાયા છે. તેની સાથે આશરે 45 સર્જરી પેટે જ રૂ. 89.87 લાખની રકમ પડાવી છે.

Advertisement

Ahmedabad Khyati Hospital

Ahmedabad Khyati Hospital

Advertisement

આ પણ વાંચો: ગીર સોમનાથમાં નેશનલ હાઈવે અધૂરો હોવા છતાં 63 કિમી 3 ટોલનાકા!

પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની Khyati Hospital માં લાવી પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. એમાંથી 7 ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને એમાંના 2 દર્દીનાં મોત થઈ ગયાં છે અને 5 દર્દી હાલ ICU માં દાખલ છે. જોકે ઘટનાને પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી.

હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે Khyati Hospital પહોંચ્યા હતા. ગઈકાલ સાંજથી જ Khyati Hospital માં કોઈપણ જવાબદાર ડૉક્ટરો હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ છે. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં ICU માં હાજર છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા, જાણો કયા નવા નિયમો આવ્યા

Tags :
Advertisement

.

×