મીઠાખળીમાં પૂરપાટે આવતી કારે બે બાઈક સવારને લીધો અડફેટે, 1 નું મોત
- મીઠાખળી છ રસ્તા પાસે કાર ચાલકે ગમખ્વાર અકસ્માત કર્યો
- આઈ ટેન કારે એકસાથે બે બાઈકને અડફેટે લીધા
- અન્ય બાઈક ચાલક સારવાર માટે હોસ્પિટલમાં
Ahmedabad Hit And Run Case : અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ટ રનનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. ત્યાર આ વખતે અમદાવાદમાં આવેલા મીઠાખળી છ રસ્તા પાસે આ ઘટના બની છે. આ ઘટનામાં આ એક યુવકનું મોત નિપજ્યું છે. જોકે આ સમગ્ર મામલે મીઠાખળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે આ ઘટનાના ગણતરીના કલાકોમાં આરોપીને મીઠાખળી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
આઈ ટેન કારે એકસાથે બે બાઈકને અડફેટે લીધા
મળતી માહિતી મુજબ, મીઠાખળી છ રસ્તા પાસે સાંજના સમયે એક પૂરપાટે આઈ ટેન કાર આવી રહી હતી. ત્યારે કારચાલકે પોતાના સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યું હતું. તેના કારણે આ આઈ ટેન કારચાલકે 2 બાઈક સવારને અડફેટે લીધો હતો. ત્યારે ઘટનાસ્થળ ઉપર આ બંને બાઈક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ તેમાંથી એક બાઈક ચાલકનું ઘટનાસ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: બે સંતાનોના વિધર્મી પિતાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી....
અન્ય બાઈક ચાલક સારવાર માટે હોસ્પિટલમાં
ત્યારે અન્ય બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ત્યારે પોલીસ મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. તેની સાથે ઘટનાસ્થળ ઉપર હાજર કારના આધારે આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈ મીઠાખળી પોલીસે સ્થળનું પંચનામુ કરી તપાસ હાથ ધરી છે. પરંતુ આજે પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, ક્યા સુધી આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ કોઈ ખાસ કાયદો તૈયાર કરાવામાં નહીં આવે. કારણ કે... અવાનર-નવાર આ પ્રકારના કિસ્સાઓમાં માસૂમોના મોત થઈ રહ્યા છે.
આ પણ વાંચો: છેલ્લા 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ રઝળી રહ્યા