Ahmedabad:ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં લાગી આગ, મહિલાએ જીવ બચાવવા માર્યો કૂદકો, જુઓ વીડિયો
- અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આગની ઘટના
- ઇન્દિરાબ્રિજ સર્કલ પાસેના અપાર્ટમેન્ટમાં આગ
- રહેણાંક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે લાગી આગ
અમદાવાદમાં ફરી એક વખત રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલ આશ્રયઓ રચર્ડમાં આગની ઘટના બનવા પામી હતી. જેમાં અમદાવાદના હાંસોલ વિસ્તારમાં ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે એપાર્ટેમેન્ટમાં આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી.
માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો
ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પાંચમા માળે આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બનતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો થોડા સમય માટે થંભી જવા પામ્યા હતા.
એસી મા શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન
અમદાવાદનાં હાંસોલ વિસ્તારમાં આવેલ આશ્રેય ઓર્કિડમાં આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રીજા માળે આગ લાગતા આ આગ ચોથા માળ સુધી પ્રસરી કુલ 6 મકાનો આગની લપેટમાં આવી જવા પામ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે
આગ લાગ્યાની ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગ્રેડનાં કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફસાયેલા રહીશોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃPahalgam terrorist attack: અમદાવાદના પર્યટકનાં વીડિયોમાં મોટો ખુલાસો, ઝીપલાઈન ઓપરેટર શંકાના દાયરામાં
પોલીસ તેમજ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
આગ લાગ્યાની જાણ પોલીસને તેમજ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાન ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Gandhinagar: જૂના શિક્ષકોની બદલીને લઈ બેઠક યોજાઈ, નિયમોમાં સુધારો કરવાની કરાશે રજૂઆત