Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : જટીલ સર્જરી કરી દિવાળીનાં દિવસે માસૂમનાં ચહેરા પર સ્મિત લાવતા Civil Hospital નાં તબીબો!

Civil Hospital માં તબીબોએ માસૂમની જન્મજાત ખામી દૂર કરી 27 દિવસ પહેલા થયો હતો જન્મ, નાકનાં છીદ્રો પાછળનાં ભાગથી હતા બંધ શ્વાસ ના લેવાતા બાળકી સતત રડતી હતી, જટીલ સર્જરી કરીને લાવી મુસ્કાન આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળક...
ahmedabad   જટીલ સર્જરી કરી દિવાળીનાં દિવસે માસૂમનાં ચહેરા પર સ્મિત લાવતા civil hospital નાં તબીબો
  1. Civil Hospital માં તબીબોએ માસૂમની જન્મજાત ખામી દૂર કરી
  2. 27 દિવસ પહેલા થયો હતો જન્મ, નાકનાં છીદ્રો પાછળનાં ભાગથી હતા બંધ
  3. શ્વાસ ના લેવાતા બાળકી સતત રડતી હતી, જટીલ સર્જરી કરીને લાવી મુસ્કાન
  4. આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળક થાય છે આ ખામી

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરીને માસૂમને જન્મજાત પીડામાંથી મુક્ત કરવામાં આવી છે. 27 દિવસથી સતત રડતી દીકરીની તકલીફને દૂર કરી સિવિલનાં તબીબોએ દીવાળીનાં પવિત્ર તહેવારમાં માસૂમનાં ચહેરા પર સ્મિત લાવવામાં સફળતા મેળવી છે. જો કે, આ માટે સિવિલ હોસ્પિટલનાં તબીબોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Advertisement

આ પણ વાંચો - Vadodara : દિવાળી નિમિત્તે કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, 2500 વર્ષથી પણ વધુ જૂનો છે ઇતિહાસ!

જન્મનાં ત્રીજા દિવસથી જ શ્વાસ લેવામાં તકલીફ થઈ

વિગતે વાત કરીએ તો, મૂળ રાજસ્થાનનાં (Rajasthan) અને સુથારી કામ કરતા મુકેશભાઈના ઘરે પત્ની હોરાજબેનનાં કૂખે 27 દિવસ પહેલાં સામાન્ય પ્રસૂતિથી એક લક્ષ્મી (બાળકી) નો જન્મ થયો હતો. બાળકી ત્રિશાનાં જન્મની શરૂઆત જ મુશ્કેલીઓ સાથે થઈ હતી. જન્મનાં ત્રીજા દિવસથી જ તેણીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. આથી, મુકેશભાઈ બાળકીને બાંસવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેઓને સોલા સિવિલ હોસ્પિટલ-અમદાવાદમાં (Ahmedabad) રિફર કરવામાં આવ્યા હતા.

Advertisement

નાકનાં છીદ્રો પાછળનાં ભાગથી બંધ હોવાનું નિદાન થયું

અહીં, ત્રિશાને તાજા જન્મેલા બાળકો માટેના ICU માં ઓક્સિજન પર રાખવામાં આવી હતી. બાળકીનો CT સ્કેન કરતા તેણીને એક દુર્લભ જન્મજાત ખામી જેને 'બાયલેટરલ કોએનાલ એટ્રેસિયા' એટલે કે બંને નાકનાં છીદ્રો પાછળનાં ભાગથી બંધ હોવાનું નિદાન થયું હતું. તબીબોનાં જણાવ્યા અનુસાર, આ એક દુર્લભ જન્મજાત ખામી છે, જેમાં નાકના હાડકાનો વિકાસ અસામાન્ય થવાનાં કારણે નાકનો પાછળનો ભાગ બંધ થાય છે, જેથી નાક દ્વારા શ્વાસ લઈ શકાતો નથી. આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળક માં આ ખામી થાય છે .

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : PMAY લાભાર્થી 1208 પરિવારો સાથે CM ભૂપેન્દ્ર પટેલે દિવાળીની ઉજવણી કરી

આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળક માં જોવા મળે આ ખામી

ત્રિશાને વધુ સારવાર માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital, Ahmedabad) રિફર કરવામાં આવી હતી. ડો. રાકેશ જોશી (Dr. Rakesh Joshi), HOD, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને તબીબી અધિક્ષક અને ડો. રમિલા (એસો. પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા એન્ડોસ્કોપી અને ઈલેક્ટ્રોકોટરાઈઝેશન કરી સફળતાપૂર્વક વધારાનો ભાગ દૂર કરી નાકનાં પાછળના ભાગનો બંધ ભાગ ખુલ્લો કરવામા આવ્યો હતો.

નાકના બન્ને પાછળના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે

ડો. રાકેશ જોશીએ વધુ માં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે નવજાત શીશુઓ જન્મ બાદ માત્ર નાક વડે જ શ્વાસ લેતા હોય છે. આથી, જન્મજાત ખામીનાં કારણે નાકના બન્ને પાછળના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે છે અને રડવાનાં કારણે તે મોઢેથી શ્વાસ લેતું હોય છે. આથી, જ્યાં સુધી આ ખામી દૂર કરવામાં ના આવે ત્યાં સુધી બાળક રડતું રહે છે. ઓપરેશન બાદ બાળકીને કોઈપણ જાતની તકલીફ ના રહેતા અને સંપૂર્ણ સ્વસ્થ જણાતા ડોક્ટરો દ્વારા રજા આપવામાં આવી હતી.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Gondal : ચોરડી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી વિદેશી દારૂ સાથે 2 ની ધરપકડ, રુ. 46 લાખનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.