Ahmedabad : પોલીસ અધિકારીઓ સાથે CM, ગૃહ રાજ્યમંત્રીનો સ્નેહમિલન કાર્યક્રમ, પૂર્વ CM રૂપાણીએ આપ્યો સંદેશ
- Ahmedabad માં CM અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહ મિલન સમારોહ
- IPS મેસ ખાતે પોલીસ અધિકારી અને તેમના પરિવાર સાથે કાર્યક્રમ
- 1500 અલગ-અલગ વાનગીઓનું અન્નકૂટ ધરાવવામાં આવ્યો : વિજય રૂપાણી
અમદાવાદમાં (Ahmedabad) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં IPS મેસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારનાં સભ્યો હાજર રહ્યા હતા. બીજી તરફ રાજકોટમાં (Rajkot) પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને મંદિરોમાં ધરાવાતા અન્નકૂટ દર્શન અંગે વાત કરી સંદેશ આપ્યો હતો.
Ahmedabad : CM અને રાજ્ય ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ | Gujarat First#ahmedabad #harshsanghavi #bhupendrapatel #cm #snehmilan #newyear #gujaratfirst@Bhupendrapbjp @sanghaviharsh pic.twitter.com/mbI89BRnZD
— Gujarat First (@GujaratFirst) November 2, 2024
આ પણ વાંચો - Happy New Year : કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો સુંદર શણગાર, ભગવાન શામળિયાને સોનાની ભેટ
વિક્રમ સંવત 2081ની દરેકને શુભેચ્છાઓ : હર્ષભાઈ સંઘવી
નવા વર્ષની (Happy New Year) શરૂઆત નિમિત્તે અમદાવાદમાં IPS મેસ ખાતે (Ahmedabad) સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારનાં સભ્યોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આજનાં દિવસે ગુજરાતીઓ સામાન્ય રીતે એક-બીજાને નવા વર્ષનાં અભિનંદન આપે છે. વેપારમાં, પરિવારમાં, સામાજિક રીતે પ્રગતિ થાય એવી પ્રાર્થના કરે છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકો જાણકાર બને તે માટે રાજ્ય સરકારનાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, PM મોદી અંગે કહી આ વાત!
મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં કમલ ખીલશે : પૂર્વ CM રૂપાણી
ગૃહ રાજ્યમંત્રીએ (Harsh Sanghvi) આગળ કહ્યું કે, નવા વર્ષમાં વિનંતી કે એક સંકલ્પ લો, જે લોકો ઘરકામમાં મદદ કરે છે, ઓફિસમાં સેવક તરીકે, વાહનચાલક તરીકે કામ કરે છે એવા લોકોનાં જીવનમાં ખુશી લાવવા માટે આપણે પ્રયાસ કરીએ. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર અને પોલીસ અનેક દુષણો સામે લડી રહ્યાં છે. બીજી તરફ રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijay Rupani) દર્શન કરવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું કે, મંદિરે 1500 અલગ-અલગ વાનગીઓ અન્નકૂટમાં ધરવામાં આવી છે. તેમણે સંદેશ આપતા કહ્યું કે, આજનાં સમયમાં જ્યાં ઘણા લોકો માંસાહાર તરફ જઇ રહ્યા છે ત્યારે આટલી શાકાહારી વાનગીઓ પણ બને છે તે મોટો સંદેશ છે. આગામી સમયમાં આખુ વિશ્વ શાકાહાર તરફ વળે તેવી આશા છે. ઉપરાંત, તેમણે કહ્યું કે, માત્ર વાવ (VAV) બેઠક જ નહીં પરંતુ મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં કમલ ખીલશે.