અદ્યતન સુવિધાઓથી અમદાવાદમાં રુ. 110 કરોડના ખર્ચે City Square ઊભું કરાશે
- 175 મીટર ઊંચાઈ ધરાવતું અનોખું City Square
- 1500 જેટલા ટુવિલર પાર્કની સુવિધા તૈયાર કરાશે
- 40 મીટરની ઊંચાઈ ઉપર બે ફ્લોરમાં રેસ્ટોરન્ટ બનશે
Ahmedabad City Square : વર્લ્ડ હેરિટેજ સિટી Ahmedabad ની યશગાથામાં વધુ એક સિદ્ધિ મેળવવામાં આવશે. Ahmedabad શહેરના સૌથી લોકપ્રિય સિંધુભવન રોડ ઉપર ખાસ સિટી સ્કેવર તૈયાર કરવામાં આવશે. જોકે આ City Square ને સિંધુભવન રોડ ઉપર આવેલા ઓક્સિજન પાર્કની નજીક ઊભું કરવામાં આવશે. ત્યારે આ City Square ના નિર્માણની કમાન Ahmedabad મહાનગરપાલિકને સોંપવામાં આવી છે. ત્યારે આ City Square ને કારણે Ahmedabad ને એક આગવી ઓળખ મળશે.
આ પણ વાંચો: રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી મામલે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી
1500 જેટલા ટુવિલર પાર્કની સુવિધા તૈયાર કરાશે
મળતી માહિતી મુજબ, Ahmedabad માં આવેલા સિંધુભવન રોડ ઉપર 175 મીટર ઊંચાઈ ધરાવતું અનોખું City Square તૈયાર કરવામાં આવશે. તો આ City Square ના બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા પણ મળશે. અંદાજે 400 જેટલી કાર તેમજ 1500 જેટલા ટુવિલર પાર્કની સુવિધા તૈયાર કરાશે. અને City Square માં 40 મીટર ની ઊંચાઈ પર બે ફ્લોર રેસ્ટોરન્ટ માટે ફાળવવામાં આવશે. જેમાં એક સાથે 900 લોકો બેસીને જમી શક છે. તે ઉપરાંત City Square માં નાગરિકો માટે સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા અને એમ્ફીથિયેટર હશે.
40 મીટરની ઊંચાઈ ઉપર બે ફ્લોરમાં રેસ્ટોરન્ટ બનશે
તો આ City Square આશરે 110 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. City Square ની છત ઉપરથી એકસાથે 75 લોકો સંપૂર્ણ Ahmedabad નો નજારો નર્યા નયને જોઈ શકશે. કારણ કે.... આ City Squareને એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે રીતે વિકસિત દેશ જેમ કે ન્યૂ યોર્કમાં આવેલા City Square ની સમાન બનાવવામાં આવશે. તે ઉપરાંત લોઅર ગ્રાઉન્ડમાં શોપ્સ અને આર્ટ ગેલેરી બનશે. આ ઈમારતમાં ગાર્ડન, ફૂડ કોર્ટ, બેસવાની વ્યવસ્થા, વોટર ફાઉન્ટેન વગેરે ડેવલપ કરી એક અર્બન પ્લાઝા તરીકે ડેવલપમેન્ટ કરાશે. 175 મીટરના ટાવરની વચ્ચે 40 મીટરની ઊંચાઈ ઉપર બે ફ્લોરમાં રેસ્ટોરન્ટ બનશે. જેમાં 900 વ્યક્તિઓ બેસીને મનપસંદ ભોજનનો આસ્વાદ માણી શકશે.
આ પણ વાંચો: સુરત જિલ્લા પંચાયતમાં નોકરી માટે આવેલા ઉમેદવારોને હાલાકીનો સામનો કરવો પડ્યો