Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : પૂર પ્રભાવિત ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય

NDRF માંથી ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ગુજરાતને રૂ. 600 કરોડ, મણિપુરને રૂ.50 કરોડ અને ત્રિપુરાને રૂ. 25 કરોડની મંજૂરી Ahmedabad : કેન્દ્ર સરકારે (Central Government) નેશનલ...
ahmedabad   પૂર પ્રભાવિત ગુજરાત  મણિપુર અને ત્રિપુરા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય
  1. NDRF માંથી ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી
  2. PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
  3. ગુજરાતને રૂ. 600 કરોડ, મણિપુરને રૂ.50 કરોડ અને ત્રિપુરાને રૂ. 25 કરોડની મંજૂરી

Ahmedabad : કેન્દ્ર સરકારે (Central Government) નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી (NDRF) એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર પૂરથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

Advertisement

 આ પણ વાંચો - Adani નાં પાપે લોકોને થઈ રહી છે કેન્સર જેવી ગંભીર બીમારી ? પીડિત મહિલાએ Gujarat First ને વર્ણવી આપવીતી

ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી

દેશમાં પૂર પ્રભાવિત રાજ્યને સહાય માટે કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી (NDRF) એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 600 કરોડ, મણિપુરને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી (SDRF) રૂ.50 કરોડ અને ત્રિપુરાને રૂ. 25 કરોડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી (NDRF) એડવાન્સ સ્વરૂપે આપવાની મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો ખૂબ જ પ્રભાવિત થયા છે.

Advertisement

 આ પણ વાંચો - Ahmedabad : આતંક મચાવી ભય ફેલાવનારા ઇસમોનું જાહેરમાં સરઘસ, બે હાથ જોડીને માફી મગાવી, જુઓ Video

11 રાજ્યોને રૂપિયા 1385.45 કરોડની સહાય રિલીઝ કરી

ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો (IMCTs) પૂરથી અસરગ્રસ્ત આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં નુકસાનના સ્થળ પર જ મૂલ્યાંકન માટે નિયુક્ત કરવામાં આવી છે. તાજેતરમાં પૂરથી પ્રભાવિત બિહાર અને પશ્ચિમ બંગાળનાં રાજ્યોમાં થયેલ નુકસાનનું સ્થળ પર મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં IMCTs મોકલવામાં આવશે. આ વર્ષે ભારત સરકારે SDRF માંથી 21 રાજ્યોને રૂ. 9044.80 કરોડ, રૂ. NDRF તરફથી 15 રાજ્યોને રૂપિયા 4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (SDMF) તરફથી 11 રાજ્યોને રૂપિયા 1385.45 કરોડની સહાય રિલીઝ કરી છે. કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત તમામ રાજ્યોને જરૂરી NDRF ટીમો, આર્મી ટીમો અને વાયુસેનાની મદદ સહિત તમામ લોજિસ્ટિક્સ સહાય પણ પૂરી પાડી છે.

Advertisement

 આ પણ વાંચો - FBI : નકલી કોલ સેન્ટરનું ગુજરાત કનેકશન, અમેરિકન નાગરિકોને છેતરતી ટોળકીના 26ની CBI એ કરી ધરપકડ

Tags :
Advertisement

.