Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MIZORAM : લેન્ડ સ્લાઇડની ઘટનામાં 10 મજૂરોએ ગુમાવ્યા જીવ, એલર્ટ હોવા છત્તા ચાલી રહ્યુ હતુ કામ

MIZORAM : મિઝોરમમાં ( MIZORAM ) આજે લેન્સ સ્લાઇડની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિઝોરમના ઈઝોલ શહેરમાં ભારે વરસાદને કારણે પથ્થરની ખાણમાં લેન્ડ સ્લાઇડ થયું હતું જેના કારણેનીચે કામ કરતા...
mizoram   લેન્ડ સ્લાઇડની ઘટનામાં 10 મજૂરોએ ગુમાવ્યા જીવ  એલર્ટ હોવા છત્તા ચાલી રહ્યુ હતુ કામ
Advertisement

MIZORAM : મિઝોરમમાં ( MIZORAM ) આજે લેન્સ સ્લાઇડની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિઝોરમના ઈઝોલ શહેરમાં ભારે વરસાદને કારણે પથ્થરની ખાણમાં લેન્ડ સ્લાઇડ થયું હતું જેના કારણેનીચે કામ કરતા કામદારો કાટમાળ નીચે દટાયા હતા. મળતી વિગતો અનુસાર હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને 2 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે.

સવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો હતો

Advertisement

મિઝોરમના ( MIZORAM ) આઈઝોલ શહેરના દક્ષિણ ભાગમાં સ્થિત મેલ્થમ અને હલીમેન વચ્ચેના વિસ્તારમાં આ લેન્ડ સ્લાઇડની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, તે વિસ્તારમાં સવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો હતો, જેના કારણે આ ઘટના બની હતી. ખાણ ધરાશાયી થતાં જ કામદારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, પરંતુ બધા બહાર આવી શક્યા ન હતા. અકસ્માતની માહિતી પોલીસ અને પ્રશાસનને આપવામાં આવી હતી. આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ બધી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. હાલ આ ઘટના સ્થળ ઉપર ફસાયેલા મજૂરોના પરિવારજનો તેમને બહાર કાઢવા માટે વિનંતી કરી રહ્યા છે. લોકોમાં હાલ આ ઘટના અંગે ઘણો રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ તેમ છતાં ખાણમાં કામ ચાલી રહ્યું હતું.

Advertisement

એલર્ટ થતાં ચાલી રહ્યું હતું કામ

રેસ્ક્યુ ટીમ હાલ મજૂરોના રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે ત્યારે રસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. વધુમાં હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના અન્ય ભાગોથી કપાઈ ગયું છે. રાજ્યમાં આ વધુ પડતાં વરસાદના કારણે ઘણી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અહી નોંધનીય છે કે, રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ તેમ છતાં ખાણમાં કામ ચાલી રહ્યું હતું. લોકો હાલ પોલીસ પાસે ખાણ માલિક સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Delhi : અરવિદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Delhi Election: એક વર્ષ માટે એપ્રેન્ટિસશીપ, દર મહિને 8500 રૂપિયા આપવા માટે કોંગ્રેસનું વચન

featured-img
રાષ્ટ્રીય

Donald Trump : શપથ ગ્રહણ સમારોહમાં જશે વિદેશ મંત્રી જયશંકર

featured-img
Top News

આપણી પાસે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે, પણ પાકિસ્તાન જોડે વાતચીતની નહીં: મણિશંકર ઐયર

featured-img
Top News

ભારતમાં કેટલા લોકો ગેરકાયદેસર ડ્રગ્સનો ઉપયોગ કરે છે? અમિત શાહે આપ્યો જવાબ

featured-img
વાયરલ & સોશિયલ

Kannauj Viral Video :પોલીસ બસની બ્રેક ફેઈલ, એકનું મોત,પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ

featured-img
રાષ્ટ્રીય

Indonesiaના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનશે !

×

Live Tv

Trending News

.

×