Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો, વહેલી સવારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન...

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે માવઠાની શક્યતા નહિવત છે. જોકે કમોસમી વરસાદ પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીનો...
ahmedabad   કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો  વહેલી સવારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે માવઠાની શક્યતા નહિવત છે. જોકે કમોસમી વરસાદ પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીનો ચમકાર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાશે. ડિસેમ્બરના પ્રારંભથી થિજાવતી ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Advertisement

અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગત રાત્રિએ 18 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધ્યું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે. જોકે, ત્યારબાદ 3 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાન વધીને 21 ડિગ્રી થઇ જતાં ઠંડીમાં ઘટાડો રહે તેવી સંભાવના છે.

ક્યાં કેટલું નોંધાયું તાપમાન ?

આંકડાઓ મુજબ વરસાદ બાદ અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 18, સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન તો નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે દ્વારકામાં 19.8, પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

આ પણ વાંચો : CM JAPAN VISIT : શું તમે જાણો છો ‘દાદા’નો જાપાન પ્રવાસ કેમ છે ખાસ ?, જાણો આ છે મુખ્ય કારણો…

Advertisement
Tags :
Advertisement

.