Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

Rohan Gupta : લોકસભા ચૂંટણીને જ્યારે ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે કોંગ્રેસ (Congress) માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ પૂર્વ (Ahmedabad East) લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate)...
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

Rohan Gupta : લોકસભા ચૂંટણીને જ્યારે ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે કોંગ્રેસ (Congress) માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ પૂર્વ (Ahmedabad East) લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) રોહન ગુપ્તા (Rohan Gupta) એ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે, કોંગ્રેસ પાર્ટીએ તેમના પર ભરોસો મુકીને આ બેઠક પર તેમને ટિકિટ આપી હતી, હવે તેમના ઈનકાર બાદ પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થાય તો નવાઇ નથી.

Advertisement

ગુજરાતમાં કોંગ્રેસ મુશ્કેલીમાં

સોમવારે કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ એક ટ્વીટ કરી પાર્ટીને આ ખરાબ સમાચાર આપ્યા હતા. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, તેમના પિતાની ગંભીર તબિયતને કારણે તેમણે નામ પાછું ખેંચ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા નિયુક્ત નવા ઉમેદવારને હું સંપૂર્ણ સમર્થન આપીશ. ગુપ્તાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ગુજરાતીમાં લખેલું રાજીનામું મોકલ્યું છે. 46 વર્ષીય કોંગ્રેસના નેતા હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. અગાઉ તેમણે સોશિયલ મીડિયા વિભાગની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર છે જેઓ હરિયાણાના ભિવાનીથી ગુજરાતમાં આવ્યા હતા. અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપે આઉટગોઇંગ સાંસદ હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જણાવી દઇએ કે, કોંગ્રેસે 12 માર્ચે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં ગુપ્તાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ સામેલ છે.

Advertisement

કોંગ્રેસે ગુજરાતમાં 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી

જણાવી દઇએ કે, 2009માં અમદાવાદ પૂર્વ બેઠક પર પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અહીંથી ભાજપના હરિન પાઠકનો વિજય થયો હતો. 63 વર્ષના હંસમુખ પટેલને 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને જનતાએ તેમને તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હતા. કોંગ્રેસે 12 માર્ચે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં ગુપ્તાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ અત્યાર સુધી લોકસભા અને વિધાનસભા માટે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસની યાદીમાં બે વર્તમાન ધારાસભ્યો - વાવ વિધાનસભાથી ગેનીબેન ઠાકોર અને વાસંદા વિધાનસભાના અનંત પટેલના નામ પણ સામેલ છે. આ ઉપરાંત ધોરાજી વિધાનસભા બેઠક પરથી બે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને સોજિત્રામાંથી ભરત મકવાણાને પણ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસ 24 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. બાકીની બે બેઠકો સાથી પક્ષ આમ આદમી પાર્ટીને મળી છે. AAP ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

આ પણ વાંચો - Tharad : પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો દેખાયો રમૂજી અંદાજ, જાહેરસભામાં કહ્યું- અમે તો સાત હજાર હતા તોય…!

Advertisement

આ પણ વાંચો - Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

આ પણ વાંચો - Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો

Tags :
Advertisement

.