Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LION : ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ વનવિભાગ દોડતું

LION : કાળઝાળ ગરમીમાં જંગલના રાજા સિંહનો (LION) પાણી માટે વલખા મારતો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરે છે. માહિતી મુજબ, આ વાઇરલ વીડિયો સાવરકુંડલાના ઘોબા...
10:55 AM May 24, 2024 IST | Vipul Pandya
lion amreli

LION : કાળઝાળ ગરમીમાં જંગલના રાજા સિંહનો (LION) પાણી માટે વલખા મારતો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરે છે. માહિતી મુજબ, આ વાઇરલ વીડિયો સાવરકુંડલાના ઘોબા ગામની મેરામણ નદીનો છે જ્યાં પાણી માટે સાવજ રજળપાટ કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ આજે આ જ સ્થળે પહોંચ્યું હતું અને વન વિભાગની પોલ ખોલી હતી. ગુજરાત ફર્સ્ટ સ્થળ પર પહોંચતાં જ વન વિભાગની ઉંઘ ઉડી હતી અને આરએફઓ સ્થળ પર દોડ્યા હતા અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો.

ગુજરાતની શાન ગણાતો સાવજ પાણી માટે લાચાર

અમરેલીમાં 45 ડિગ્રી ગરમીમાં ગુજરાતની શાન ગણાતો સાવજ પાણી માટે લાચાર જોવા મળી રહ્યો છે ! સિંહોની આ અવદશા મુદ્દે ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ કર્યો છે જે આંધળા વનવિભાગની આંખ ઉઘાડતો રિપોર્ટ છે. ગુજરાત ફર્સ્ટ સાવરકુંડલાના ઘોબા ગામે પહોંચ્યું હતું જ્યાં જોવા મળ્યું કે કાળઝાળ ગરમીમાં પાણી વગર સિંહોને વલખા છે.

20થી વધુ સિંહ મેરામણના કાંઠે વસવાટ કરે છે

ઉલ્લેખનિય છે કે 20થી વધુ સિંહ મેરામણના કાંઠે વસવાટ કરે છે પણ સિંહો પ્રત્યેની વનવિભાગની નિષ્ઠુરતા સામે આવી છે. આ જ દ્રષ્યો અમરેલીના ઘોબાના રાજવીએ શૂટ કર્યા હતા. સ્થળ પર જોતાં પાણીની કોઇ કૂંડી પણ જોવા મળી ન હતી.

વન્યજીવ પ્રેમીઓ લાલઘૂમ

નદીમાં ખાડો ગાળી ગરમીથી બચવા સિંહના હવાતિયા જોઇને વન્યજીવ પ્રેમીઓ લાલઘૂમ થઇ રહ્યા છે. ત્યારે સવાલ થઇ રહ્યા છે કે વનવિભાગનું શેત્રુંજી ડિવિઝન શું કરી રહ્યું છે? ACમાં બેસીને ફાંકા મારતા બાબુઓ જરા આ દ્રષ્યો તો જોઈ લ્યો!

વનવિભાગના કાન આમળ્યાં તો ગરમી બતાવી

સરપંચ અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વન વિભાગ દ્વારા પાણીની કોઇ જ વ્યવસ્થા કરાઇ નથી. સ્થાનિકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ  શેત્રુંજી ડિવિઝનના RFOની દાદાગીરી પણ જોવા મળી હતી અને પત્રકારોને સિંહોની સ્થિતિ ન દર્શાવવા પરિપત્ર કર્યો હતો. પત્રકારોને સ્થળ પર ન જવા દેવા મળતિયાઓને મોકલ્યા હતા. બીજી તરફ પાણીની વ્યવસ્થા કર્યા વગર જ પૂનમના અવલોકનના નામે સિંહોને ખસેડી દીધા હતા.

આરએફઓનો દાવો

 જો કે ગુજરાત ફર્સ્ટે આજે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ બતાવ્યો કે તુરત જ એસી ચેમ્બર છોડીને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીની વ્યવસ્થા હોવાનો દાવો કર્યો હતો. આ બાબતે આરએફઓ નિલેશ વેગડાએ કહ્યું કે હું ત્યાં જ પહોંચ્યો છું. તમે ન્યૂઝમાં બતાવો..અમે પાણીની વ્યવસ્થા કરી છે.

વાઇરલ વીડિયોએ વનતંત્રની પોલ ખોલી હતી!

આ વીડિયોએ સ્થાનિક વનતંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શેત્રુજી ડિવિઝન (Shetruji Division) તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય હોવા છતાં વનતંત્રની સિંહો માટે ગરમીની ઋુતમાં પાણીની અવ્યવસ્થાઓ સામે આવી હતી. કાળઝાળ ગરમીમાં પાણી માટે રજળતા સિંહો પ્રત્યે માનવતાનો સિંહ પ્રેમીઓ દ્વારા પોકાર ઉઠ્યો છે અને અબોલ પશુઓ માટે જલદી પાણીની વ્યવસ્થા કરવા વનતંત્રને રજૂઆત કરી છે. ધોમધખતા તાપમાં પાણી માટે વલખા મારતા સાવજનો આ દયનીય વીડિયો (VIRAL VIDEO) ચિંતામાં મૂકે એવો છે.

સિંહોની અવદશા મુદ્દે ગાંધીનગરથી આદેશ

આ મામલે PCCF નિત્યાનંદ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમરેલીની ઘટનાને ગંભીરતાથી લેવાશે અને વોટર પોઈન્ટ ખાલી રાખવા મુદ્દે તપાસ કરાશે. તેમણે કહ્યું કે 220 જેટલા વોટર પોઇન્ટ છે અને હવે તમામ ડિવિઝનને સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે ઘોબા ગ્રામજનોનો PCCFએ આભાર માન્યો હતો.

આ પણ વાંચો-----Amreli : ધોમધખતા તાપમાં પાણી માટે જંગલના રાજાનો રજળપાટ, વાઇરલ VIDEO એ વનતંત્રની પોલ ખોલી!

Tags :
Amreliforest departmentGujaratGujarat FirstGujarat First ground zero reportLionlion searching for waterShetruji Divisionviral video
Next Article