Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himachal Earthquake: પૂર બાદ હવે ભૂકંપના આંચકા, હિમાચલમાં ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ!

હિમાચલમાં કુદરત કોપાયમાન હિમાચલમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ભારે વરસાદ  વચ્ચે વધુ એક આફત Himachal Earthquake: હિમાચલના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે તબાહી જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ(HimachalPradesh)માં ઓછામાં ઓછા 5 સ્થળોએ વાદળ ફાટવાને કારણે છેલ્લા 24 કલાકમાં...
himachal earthquake  પૂર બાદ હવે ભૂકંપના આંચકા  હિમાચલમાં ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ
  1. હિમાચલમાં કુદરત કોપાયમાન
  2. હિમાચલમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
  3. ભારે વરસાદ  વચ્ચે વધુ એક આફત

Himachal Earthquake: હિમાચલના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે તબાહી જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ(HimachalPradesh)માં ઓછામાં ઓછા 5 સ્થળોએ વાદળ ફાટવાને કારણે છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે અને 50 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યુ છે. આટલુ ઓછુ હોય તેમ હવે હિમાચલમાં ભૂકંપના(Himachal Earthquak) ઝટકા અનુભવાયા. લાહૌલ (lahaul )સ્પીતિમાં 3.2ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપ અનુભવાયો.

Advertisement

આ પણ  વાંચો -સુપ્રીમનો ચૂકાદો, NEET Paper Leakમાં સિસ્ટેમેટિક ફેઇલ્યોર નથી..

શિમલામાં એક ગામ આખુ તણાયું

શિમલાના રામપુરમાં સમેજ નામનું આખું ગામ પૂરમાં વહી ગયું છે. અહીંના 99 ટકા ઘરો ધોવાઈ ગયા છે અને માત્ર 2-4 જ બચ્યા છે. આ ગામમાં 18 મહિલાઓ અને 7 બાળકો સહિત કુલ 36 લોકો ગુમ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ અહીં બચાવ કાર્ય સમાપ્ત કરી દીધું છે અને હવે સર્ચ ઓપરેશન ચાલુ છે. ગામ નજીક આવેલ નાળામાં અચાનક પુર આવતા આવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

આ પણ  વાંચો -Noida : ટલ્લી બનેલી આફ્રિકન યુવતીએ જાહેરમાં જ....

Advertisement

હિમાચલના 2 જિલ્લામાં આજે શાળાઓ બંધ

ભારે વરસાદને કારણે મંડી અને કુલ્લુમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. મંડીના પધરના રામબન ગામમાં 11 લોકો પાણીમાં વહી ગયા છે જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. કુલ્લુના આનીના બાગીપુલમાં એક જ પરિવારના 5 સભ્યો પણ પૂરના પાણીમાં વહી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ સહિત તમામ વિભાગો બચાવ કાર્યમાં લાગેલા છે અને લગભગ 85 કિલોમીટરના વિસ્તારમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

2200થી વધુ યાત્રાળુઓને બચાવી લેવાયા હતા

શ્રી કેદારનાથ યાત્રા રૂટ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે SDRF ઉત્તરાખંડના જવાનોએ ગુરુવારે મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમયગાળા દરમિયાન મુંકટિયા વિસ્તારમાંથી 450 મુસાફરોને સુરક્ષિત રીતે સોનપ્રયાગ પહોંચાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 2200થી વધુ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. આજે પણ બચાવ કામગીરી ચાલુ રહેશે. તે જ સમયે, રામનગર, નૈનીતાલના ચકલવા અને હલ્દવાની પાસેના નાળામાં જોરદાર પ્રવાહને કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને રસ્તો ધોવાઈ ગયો હતો.

Tags :
Advertisement

.