Shimla : 14 વર્ષના વિવાદનો આવશે અંત! હવે મુસ્લિમ પક્ષ પોતે મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવા તૈયાર
- સંજૌલી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષનો મોટો નિર્ણય
- ગેરકાયદેસર બાંધકામ મામલે સમાધાનની આશા
- મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવાનો નિર્ણય
Shimla : હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સંજૌલી મસ્જિદ (Sanjauli Masjid) ના ગરેકાયદે ભાગને લઇને છેલ્લા 14 વર્ષથી વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. હવે આ મામલે મુસ્લિમ પક્ષે મોટો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી હિંદુઓ દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે મુસ્લિમ પક્ષે સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનને સંજૌલી મસ્જિદના 'ગેરકાયદે' ભાગને તોડી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મસ્જિદના ઈમામ શહજાદનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે તેઓ શાંતિથી જીવવા માંગે છે.
વિવાદ વચ્ચે સમાધાનની આશા
હિમાચલ પ્રદેશની સંજૌલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ અંગે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જેને હવે સ્થાનિક મુસ્લિમો દ્વારા શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ પક્ષે મસ્જિદના ગેરકાયદેસર ભાગને પોતે જ તોડી પાડશે તેવો પ્રસ્તાવ મુક્યો છે. જણાવી દઇએ કે, આ મુદ્દે આજે મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું, દરમિયાન સબમિટ કરનારાઓમાં મસ્જિદના ઈમામ, વક્ફ બોર્ડના સભ્યો અને મસ્જિદ પ્રબંધન સમિતિનો સમાવેશ થાય છે. સંજૌલી મસ્જિદના ઈમામ શહઝાદ આલમે ANI સાથે વાત કરતા સ્પષ્ટતા કરી કે આ વિવાદને રાજકીય કક્ષા પર નહીં લાવવો જોઈએ. તેમના મતે, મંદિર અને મસ્જિદ પ્રેમ અને સ્નેહ પેદા કરે છે. ઈમામે વધુમાં ઉમેર્યું કે, “અમે આ કેસમાં કોર્ટનો નિર્ણય માનીશું, અને ગેરકાયદેસર બાંધકામ સ્વયં તોડી પાડવાની તૈયારીઓ પણ અમે કરી છે.”
Shimla: Sanjauli Mosque Committee side's Mufti Mohammad Shafi Kasmi, says, "We have proposed that the illegal part be temporarily closed as per the law. Additionally, we have requested that the illegal portion be assessed by the corporation and relevant authorities, and then… pic.twitter.com/DJ2YcuZlvj
— IANS (@ians_india) September 12, 2024
મુલાકાત અને રાજકીય દબાણથી દૂર સમાધાનની શક્યતા
મસ્જિદના ગેરકાયદે બાંધકામના મુદ્દા પર ઇમામે જણાવ્યું કે, 'અમે અરજી કરી છે કે અમે તેને જાતે તોડી પાડીશું. કોર્ટનો આગળ જે પણ નિર્ણય આવશે તે અમને સ્વીકાર્ય છે. અમારા પર કોઈનું દબાણ નથી. આપણા પર માત્ર એટલું જ દબાણ છે કે આપણો પ્રેમ અકબંધ રહે. દેવ ભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યો, જેમણે મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામ સામે વિરોધની હાકલ કરી હતી, તેમણે આ પગલાને આવકાર્યું હતું. સમિતિના સભ્ય વિજય શર્માએ કહ્યું, 'અમે મુસ્લિમ સમુદાયના પગલાને આવકારીએ છીએ અને વ્યાપક હિતમાં આ પહેલ કરવા બદલ અમે સૌ પ્રથમ તેમને અભિનંદન આપીશું.'
વિરોધ પ્રદર્શનો અને રાજકીય પ્રતિસાદ
બુધવારે, મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને હિન્દુ સમુદાયના હજારો લોકો સંજૌલીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પથ્થરમારો થયો અને લાઠીચાર્જ કરવામાં આવ્યો. અનેક પોલીસકર્મીઓ અને પ્રદર્શનકારીઓ ઘાયલ થયા, પરંતુ ઘટનાસ્થળે પોલીસની દખલથી ભારે નુકસાન અટકાવી શકાયું.
ઉલ્લેખનીય છે કે, સંજૌલી મસ્જિદનો વિવાદ વર્ષ 2010થી ચાલી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેક નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં મસ્જિદમાં વધારાના માળ બાંધવામાં આવ્યા હતા. આ મસ્જિદના બાંધકામ વિશે ભિન્ન મંતવ્યો છે, જેમાં વક્ફ બોર્ડે દાવો કર્યો છે કે મસ્જિદ તેમની ખાનગી જમીન પર બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Shimla : અચાનક હિંદુઓમાં ઉગ્ર ગુસ્સાનું કારણ શું? જાણો 14 વર્ષ જુના વિવાદ વિશે