Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત બાદ Bharuch માં તંગદિલી, મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ

ભરૂચમાં (Bharuch) મોડી રાત્રે તંગદિલીનો માહોલ સર્જાયો અલગ અલગ કોમનાં બે જૂથ વચ્ચે ઘર્ષણ બંને કોમનાં ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર સુરતનાં (Surat) સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સર્જાયેલ અજારકતાનો માહોલ હાલ શાંત થવા પામ્યો છે....
સુરત બાદ bharuch માં તંગદિલી  મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ
  1. ભરૂચમાં (Bharuch) મોડી રાત્રે તંગદિલીનો માહોલ સર્જાયો
  2. અલગ અલગ કોમનાં બે જૂથ વચ્ચે ઘર્ષણ
  3. બંને કોમનાં ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર

સુરતનાં (Surat) સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સર્જાયેલ અજારકતાનો માહોલ હાલ શાંત થવા પામ્યો છે. જ્યારે, હવે ભરૂચમાં (Bharuch) તંગદિલીનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની હતી. જો કે, પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - kutch: લખપતમાં વરસાદ બાદ રહસ્યમય તાવે મચાવ્યો કહેર, ટપોટપ થઈ રહ્યા છે લોકોના મોત

Advertisement

બે કોમનાં જૂથ વચ્ચે મોડી રાતે ઘર્ષણ

વિગતે વાત કરીએ તો સુરત બાદ ભરૂચમાં (Bharuch) મોડી રાતે તંગદિલી સર્જાઈ હતી. ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન (B Division Police Station) વિસ્તારમાં બે કોમનાં જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. ધાર્મિક તહેવારો દરમિયાન ઝંડા લગાવવા મામલે તકરાર થતાં મામલો બીચક્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન જવાના છો? તો રહેજો સાવધાન- આ રસ્તાઓ પોલીસે કર્યા બંધ

પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ભરૂચ પોલીસે બંને કોમનાં લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં હાલ કોઈ ધરપકડની માહિતી નથી. પરંતુ, મોડી રાતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો - Gujarat: ગૌવંશની ચોરી સામે પોલીસની કડક કાર્યવાહી, CCTVના આધારે ગાય ચોરોને ઝડપી પાડ્યા

Tags :
Advertisement

.